The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ, પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થૈ ગઈ છે. પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની, ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે. - ગની દહીંવાલા
યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે, મને દિલની ધડકન ખબર દઈ રહી છે, પ્રણય-રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ થઇ રહી છે. . જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી, પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી, મનોભાવ મુખ પર ન દેખાય તેથી અદાથી જરા ડોક નીચી નમાવી, . મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’… છે લાલિત્યમાં જે લચકતી લલિતા, ગતિ એવી, જાણે સરકતી સરિતા, કલાથી વિભૂષિત કલાકાર માટે; કવિતા જ સુંદર બનીને કવિતા . પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’… ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી, છતાં એની રંગત છે સૌમાં નિરાલી ! બધી ફેશનેબલ સખીઓની વચ્ચે છે સાદાઈમાં એની જાહોજલાલી ! . શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’… સરળથી ય એની સરળ છે સરળતા, નથી શબ્દ સમજાવવા કોઈ મળતા, લખું તોય લખતાં ના કાંઈ લખાયે શમી જાય છે ભાવ હૈયે ઊછળતા ! . અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’… કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ, નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ ! મધુરો, મનોરમ્ય મલકાટ એનો છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ ! . નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’… ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ? અને કોના દિલની કળીને ખિલવવા ? રે ! દરરોજ બેચાર સખીઓની સાથે; એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ? . ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’… કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા, કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા ! કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ? અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા . એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’… – આસિમ રાંદેરી ????????
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser