Quotes by Jalpan Shah in Bitesapp read free

Jalpan Shah

Jalpan Shah Matrubharti Verified

@jalpanshah2660
(123)

ઊગ્યો છું..! એવું નથી...
આથમી ચુક્યો છું..! એવું પણ નથી...

ટુકડે ટુકડે જીવું છું...
મરી ચુક્યો છું..! એવું પણ નથી...

-Jalpan Shah

Read More

મીંડા જેવા થઈ જાય તરત લોકો..

તમે જ્યાં અપેક્ષા નો એકડો તાણો..

-Jalpan Shah

લાગ્યું તું મને પણ એવું કે તું મને જ લખે છે..

તારી શાયરી માં તારા શબ્દો મને જ મળે છે..

-Jalpan Shah

પ્રાસ તો બેસે છે.. પણ શબ્દો જામતા નથી..

આ શાયરી ની રમત માં કઈ બધા ફાવતા નથી...

-Jalpan Shah

सुनो...

एक अजनबी की तरह ही सही...
एक मुलाकात कभी हम से भी कर लो...

वादा है तुमसे...
ना इश्क दोहराया जायेगा ना दर्द...

-Jalpan Shah

Read More

એક તૂટેલી વ્યક્તિ બહુજ ઓછું બોલે છે..
જો એ તમારી સાથે વાત કરે તો ખાસ ગણજો પોતાને..

-Jalpan Shah

ખુદ..ની આહુતિ આપી સળગી રહ્યો છું ખુદ..
હવન ની આગ માં..

અજવાળું શોધવા મારા મહીં ના અંધકાર માં..

-Jalpan Shah

આ તારો પ્રભાવ જ છે.. "રાધા"..
કે હું કૃષ્ણ થઈ રહ્યો છું..

-Jalpan Shah

અમુક નામ વગર ના સંબધો એ સાચવી રાખ્યો છે..

બાકી હું ક્યારનો બાલુ (રેત) થઈ ગયો હોત..

-Jalpan Shah

લેવી હોય તો લઈ લો , તમે અહીં હર કોઈની તલાશી,
હર કોઈ પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી..

-Jalpan Shah