Quotes by Jairam Sekha in Bitesapp read free

Jairam Sekha

Jairam Sekha

@jairamdesai8598


ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે...!!

અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે..
સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...!!

અને ભણવાનો તણાવ ?? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!

અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!!

અને .. જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌...

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી
પરંતુ .. અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો...!!

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!

અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે.
એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા..
છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું
અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા...

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ..
તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!

અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!!
આમ બંને ખુશ...!!

અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..
કારણકે ...
અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું...!!

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ
કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!

એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા..અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!

અમને ક્યારેય કપડાં / ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી..!!સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા...!!

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .
નહીતો ...
અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!

અમે સારા હતા કે ખરાબ...
એ ખબર નથી પણ... અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!!

🙏🏻🙏🏻😘😘💞💞👌🏻👌🏻🙏🏻🙏🏻

Read More