Quotes by Jaimin Patel in Bitesapp read free

Jaimin Patel

Jaimin Patel

@jaimin1192


પોતાની ભૂલો પોતાના બરડા પર લખેલી હોય છે અને સામેવાળાની ભૂલો તેના કપાળમાં લખેલી હોય છે :

*બાળપણમા બધા,*
*એક બીજાથી સંતાઈને રમતાં,*

*હવે બધા,*
*એક બીજા સાથે રમીને સંતાઈ જાય છે.*

*અનુભવ બોલે છે*

*શ્વાસ ની તકલીફ હોય એની દવા તો મળે છે*, *સાહેબ* *પણ જેને વિશ્વાસ ની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે..!*

સમય ના ઘસારે સંબંધો ના નામ બદલાઈ ગયા....
પણ એક વસ્તુ એમ જ રહી ગઈ...

"લાગણી" ...

સાચા સંબંધોનો સાર કેટલો,
વગર બોલ્યે વેદના વંચાય એટલો .

*સંજોગો* જોઇને આગળ વધો...

*કારણો* જાણવાની કોશિશમાં તો *જિંદગી* જતી રહેશે...!!

*જયારે સમય ખરાબ હોય ને સાહેબ*
*ત્યારે જુઠા પણ જીતી જાય અને*
*આપણા પોતાના પણ વેચાઈ જાય*

*જ્યાં ઝૂકાવવાની ફેશન ચાલતી હોય*

*ત્યાં....*

*ટટ્ટાર ઉભેલો માણસ બધાને નડતો હોય છે ..*

'તમે' અને 'તું' વચ્ચે નો તફાવત.

તમે ની સામે દુઃખ વર્ણવી શકાતું નથી..,
અને
તું ની સામે દિલ ખોલી ને વાત થાય છે.