Quotes by Jahanvi in Bitesapp read free

Jahanvi

Jahanvi

@jahanvimalaviya1361


પ્રેમ તણો પરિવાર આપણો, પ્રેમ તણાં કામો કરશું,
વિવિધ કાર્યો કરીને આપણે, ઐક્ય ના પંથે ડગ ભરશું !

થાય ભલે મતભેદ છતાં, મનભેદ કદીએ ન કરશું,
'પ્રેમ તણાં માળાના મણકા' એ સમજણ ના વિસરશું !

ઐક્ય તોડવા મથશે કોઈ, તેનો ભ્રમ ભાંગી દઈશું,
"વિવિધતામાં એકતા" એ સમજણ પાકી કરશું !
#વિવિધ

Read More