Quotes by Hiren Raval in Bitesapp read free

Hiren Raval

Hiren Raval

@hraval21


જમતી વખતે ચમચાનો ઉપયોગ આપણને શીખવાડે છે કે ચમચાઓનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકાય છે !

મૂર્ખાઓ સાથે દલીલ કરવી નહી .......એ તમને પોતાની કક્ષા સુધી લઇ જશે અને પોતાની મૂર્ખતાના અનુભવે પરાસ્ત કરશે !!

Read More

પસંદ મારી લાજવાબ જ હોય છે,

ઉદાહરણ તમારું જ લઇ લો ને !!❤️

ઘણી વાર સાંભળ્યું છે કે "ફલાણા જોડે સારા સબંધ રાખવા...કામનો માણસ છે"
અલ્યા....જેને તમારી જોડે કામ કરવું જ હોય ને એ જાતે જ રસ્તો શોધી લે.....!!!

Read More

"પુરૂષ"...

આ શબ્દ સાંભળતા જ એક છબી આવે...
"એક નર જે કઠણ હોય કડક પથ્થર જેવું હ્દય હોય એને લાગણી નાં હોય"...આ વ્યાખ્યા છે પુરૂષ ની.

સ્ત્રી સંવેદના , સ્ત્રી નું દર્દ , આ બધી બાબતો ઘણી વાર સાંભળી છે..જોઈ છે..પણ ક્યારેય કોઈ એ પુરૂષ ને એનાં દર્દ ને એની સંવેદના ને ક્યારે ખુલ્લાં બહાર પાડ્યા જ નથી.
એક ધારણા એવી જ હોય...કે..પતિ અને પત્ની નાં ઝગડા માં લોકો પહેલી સલાહ હંમેશા પુરૂષ ને જ આપે...કેમકે સલાહકાર પણ માની જ લે છે કે, પુરૂષ ખોટો જ હશે.
સ્ત્રીઓ પાસે હંમેશા ગંગા , યમુના નદી નાં નીર છલોછલ હોય છે...એ રડી શકે છે.
    પણ સાહેબ પુરૂષ પણ કોમળ હોય છે.."પણ આ સમાજ એવો છે ને કે , જો કોઇ છોકરો રડતો હોય તો તરત કહી દે..'શું બાયલા વેડા કરે છે..?!!!'

  એટલે એ નાનાં બાળક ના મનમાં એક વાત ફિક્સ થઈ જાય કે 'છોકરા એ રોવા નું નઇ.
તમે ક્યારેય વિચાયુઁ કે "સ્ત્રીઓ નાં પ્રમાણ માં પુરૂષો ને "હાર્ટ અટેક" વધારે આવે છે..!!!!?
      કેમ.....???????
કેમકે એ ક્યારેય ખુલી ને રડી શક્યા નથી. એમની પ્રોબલેમ્સ ને આપણી જોડે આવા દીધી જ નથી. એટલા માટે કેમકે એ માણસ તમને ચિંતા આપવા માંગતો નથી.

દિવાળી વેકેશન માં બાળકો મમ્મીઓ જ્યાં કે ત્યાં...ફરવા જવાનું ક્યારેય એમ પુછ્યું કે "પપ્પા તમારે ક્યાં જવું છે..? આ વખતે તમે કહો ત્યાં..".
   કે પછી....
" સાંભળ ને ક્યાં જવું છે..?? આ વખતે તમે કહો ત્યાં...હું પણ જોઉં કે મારા પતિ ની ફેવરીટ જગ્યાં કઇ છે..!!"
          પણ નાં આ બધું આપણને ખબર જ નથી. અને કદાચ ખબર હશે તો પણ જવા દે ને..આપણ ને તો લઇ જાય છે...બઉં કહીશું તો એય નય લઇ જાય....આ રોજ ની વાત છે...

   આજ કાલ મનોચિકીત્સક/સાયકોલોજિસ્ટ..ના ક્લિનીક વધતા જાય છે..
       
"મારા એક મિત્ર એ કહેલું કે અમારે ક્લીનીક માં 10 માંથી 07 Male (પુરૂષ) જ આવે છે..પેશન્ટ તરીકે..."
     
   અને આ સત્ય છે...
તરુણ વય નાં બાળકો થી માંડી ને મોટી વય ના પુરૂષો સુધી..
      એવું નથી હોતું કે હંમેશા BoyFriend જ ચીટીંગ કરે.......
આ માનસિકતા..આપણા માં છવાયેલી એક છબી છે. કે..છોકરાઓ જ ખરાબ હોય છે...

અને એક સત્ય છે...કે આવા લોકો ને સાંભળનાર કોઈ નથી હોતું..
પુરૂષ હારી જાય છે...પણ તે લડ્યા કરે છે....
એક અજાણી વ્યક્તિ પાસે જઈને જાણી અજાણી વાતો કરી ને..મન ને હલકું કરી નાંખવાનું ..અમુક સમયે રડી લેવું કેમકે એ વ્યક્તિ મને જાણતો નથી તો મારી વાત એ મારા જાણેલા લોકો જોડે નહી જાય..
      
એક મનોચિકીત્સક નાં ક્લિનિક માં એક સારું વાક્ય લખેલું...
    
      "અજાણ્યા કરતા જાણેલો મિત્ર તમારી મદદ જરૂર કરશે..
     માટે મિત્ર બનાવો સારા જેની સાથે દિલ ખોલી ને વાત કરી શકો..જેની આગળ બોલતા વિચારવું ના પડે.."

હું સ્ત્રી વિરોધી નથી...હોય છે..અમુક ખરાબ..પુરૂષો...હાલ માં કેટલાય..કિસ્સા..છે..
જે ખરાબ છે....એવા..પુરૂષો કલંક સમાન છે....
બહાદુર સ્ત્રી ની કદર છે..
પરંતુ...એવા..નાલાયકો ના લીધે....સમગ્ર પુરૂષો ખરાબ નથી હોતા...

અંત માં એટલું જ કહીશ તમારી આજું બાજું માં રહેલા ગુસ્સાવાળા કે પછી.. એક દમ ગંભીર વ્યક્તિ એટલે પુરૂષ...એ તમને એટલો જ પ્રેમ કરે છે.. જેટલો તમે કરો છો..
બસ આ જાત ને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતું...
પણ સમજી જજો..

       "હીરા ને પથ્થર સમજવા ની ભૂલ ક્યારેય નાં કરતા..."

Read More