Quotes by Honey Thakur in Bitesapp read free

Honey Thakur

Honey Thakur

@honeythakur


​લવ ની ભવાઈ પાર્ટ 48​

​એ સંભાળ​

  ​(હા તું મને ગમે છે)​

​રોજ સવારે તારા વિખરાયેલા વાળ હોય​
​તિર જેવી આંખો થોડુંક લાલ હોય​

​નજરે નો ગમતી લઘર વઘર તારા હાલ હોય​
​ચા માં ખાંડ નું ભલે ઓછું પ્રમાણ  હોય​

​તારા શાક માં ચટણી વધારે હોય​
​તારી ભાખરીમાં  5 -6 સેન્ટિમીટર લાંબો વાળ હોય​

​તો પણ હા તું મને ગમે છે​
​બસ તું જ ગમે છે​

​કારણ કે જ્યારે કોઈ ગમવા લાગે ને ત્યારે બધું જ ગમવા લાગે​

​''★★【પડછાયો】★★''​

​​【hits of love】​​

Read More

​લવ ની ભવાઈ પાર્ટ 17​

​એ સાહેબ​

​(આજે એની સગાઈ છે)​

​આજે થઈ છે મારી  પ્રેમિકા ની સગાઈ​
​જરા કોઈ જઇ ને આપો એને વધાઈ​

​દિલ પર પથ્થર મૂકી રહ્યો છું ચૂપ​
​ક્યાંક મારા મોઢે ના જાય એ વગોવાઈ​

​પ્રેમ હતો કે નહીં એને મારા તરફ ખબર નથી​
​જાણું છું એટલુ કે  નથી કરી એને બેવફાઈ​

​એ તો નથી ખબર એ મારી હતી કે નહીં​

​પણ આજે તો 'હિટ્સ' એ થઈ જશે હંમેશા માટે પરાઈ​

​એ સાહેબે એને જઇ ને કોક આપો વધાઈ​.

Read More

*લવ ની ભવાઈ પાર્ટ 13*

*એ સાંભળ*

*[મને તારી જરૂર છે]*

*તું મારી સાથે કંઇક વાત કર મારે તારી જરૂર છે*

*દુનિયા થી થઈ ગયો છું અલગ ફક્ત તારા સાથ ની જરૂર છે*

*દગા તો બહુ મળ્યા જીંદગી માં હવે થોડા પ્રેમ ની જરૂર છે*

*સાચું કહું તો બીજા કોઈની  નહિ પ્રેમ માટે બસ એક તારી જ જરૂર છે*

            *~【હિટ્સ】~*

*''◆◆【પડછાયો】◆◆''*

નોંધઃ તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે

Read More

કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે 
-પ્રિત કેરુ હૈયુ