Quotes by Hitesh Vyas in Bitesapp read free

Hitesh Vyas

Hitesh Vyas

@hiteshvyas7695
(23)

એક વખત એક બહેન પોતાના અદાજીત ત્રણ વર્ષના બાળકને લઈ આવ્યા પોતાના તે બાળકને શાળામાં પ્રવેશ માટેની માહીતી લેવા.
" તમારી સ્કુલમાં ઈંગ્લીશ મીડીયમ છે?
"ના,ગુજરાતી માધ્યમ છે" મેં જવાબ આપ્યો.
"ઓહ નો" કહી તેણે મોં બગાડ્યું.તેના ચહેરા પર ગુજરાતી ભાષા પ્રત્યેની સુગ સ્પષ્ટપણે વાંચી શકાતી હતી.મારાથી સહેવાયુ નહીં મેં પૂછ્યું "બહેન તમે શું અભ્યાસ કર્યો છે?"
"હુ ભણી નથી.આના પપ્પા પણ ભણેલ નથી.પણ મારે આને ઈંગ્લીશ મીડીયમમાં જ ભણાવવો છે" તેણે કહ્યું.
મેં તેને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ સમજાવવા જાતજાતના ઉદાહરણ આપી સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પણ સફળતા ન મળી.
અને તે બહેન અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાની શોધમાં જતા રહ્યા.
મારા ધર્મપત્નીએ મને કહ્યું" દર વખતે તમે દરેકને સમજાવવાનો પ્રયત્ન કરો છો પણ કોઈના ગળે તમારી વાત ઊતરતી નથી.આ લોકો વિદેશી ભાષા પાછળ એટલા બધા અંધ બની ગયા છે કે તેને ગમે તેમ સમજાવો ક્યારેય સમજવાના જ નથી.માટે હવે તમારે તમારો સમય બગાડવો ન જોઈએ."
મેં તેની વાતમાં મૂક સહમતી તો આપી પણ મારું મન બેચેન હતું.મારી માતૃભાષા પ્રત્યેની લાગણી હાર સ્વીકારવા તૈયાર જ ન હતી. ગુજરાતી આપણી માતૃભાષા છે તેના પ્રત્યે આદર દરેક ગુજરાતીને હોવો જ જોઈએ.માટે મારાથી બનતા પ્રયત્ન કરતો રહીશ.મારી ભાષાને લુપ્ત થવા નહીં જ દવ તે મારો સંકલ્પ છે.

Read More

#આક્રમણ
હવે વાતચીતનું અતિક્રમણ ત્યજી જરૂરી છે......
ચીનની દરેક વસ્તુના બહિષ્કારનુ આક્રમણ...
સાથે-સાથે લશ્કરી આક્રમણ....
બસ હવે બહું સહન કર્યું
...... કહે ભારતમાતા
આક્રમણ એજ અંતિમ ઉપાય...

Read More

"પૂજારી

હિતેશ વ્યાસ...", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

દોડ્યો "અર્થ"
પાછળ,
થયો અનર્થ !

#જોવા માટે ક્લિક કરો

#પોતે
સર્વે સમસ્યાઓનું સમાધાન
તમે પોતે,
બિરાજો છો સન્મુખ સ્થાન પર
તમે પોતે.
રહે ના દુઃખ દર્દ આ વિશ્વમાં કદી
જ્યારે,
એ દુઃખ દર્દ ગણો છો તમારા
ત્યારે.
પામો છો અસિમ સુખ તણો સાગર
તમે પોતે..
હા, તમે પોતે.

Read More

હે માનવ ! વારંવાર નસિબ પર દોષારોપણ ન કર,ઊભો થા,સખત પરિશ્રમ કરવો નસિબ તારી મૂઠ્ઠીમા છે.
#નસીબ