Quotes by Hiren. B. Brahmbhatt in Bitesapp read free

Hiren. B. Brahmbhatt

Hiren. B. Brahmbhatt

@hirenbrambhatt143355


હજુ કયાં સુધી આમ જ ચાલતો રહેશે આ માનવી,
શું હજુ પણ તે કુદરત ની ચેતવણી સમજી નથી શકયો?
બધાં સાથે સમાન ભાવ અપનાવી ને નહીં જીવી શકે શું?
પ્રાણીઓ, પક્ષીઓ ,અનેક જીવો નો પણ સમાવેશ છે,
કુદરત ના વિશાળ પરિવાર માં અને તેના ભવ્ય શાસન માં ,
જે પોષતું તે મારતું તે કહેવત સમજી નથી આ માનવી એ,
શું મળશે અને શું જોવી શકશે આમ જ બેફિકર રહેવાથી,
લાચાર સ્થિતિમાં આવી રહ્યો છે આમ ને આમ જ,
અબોલ જીવો કેવા આરામ થી જીવી રહ્યા છે હવે,
કુદરત ની દરેક અમાનવીય રચનાઓ તેમના બદલી,
રહી છે રંગ - રુપ , તેમને મળી ગયું છે તેમનું અસલ જીવન,
હવે તો આપણે જીવતા શીખી લઈએ કુદરત સાથે તાલ અને લય મિલાવી ને,કશું પણ ખોટું અને વિચિત્ર અપનાવ્યા,
વગર , સાદું અને વ્યવસ્થિત કુદરતી જીવન ....

Read More

ઘટી ગયું છે તેનું તેજ અંધકાર પૂણઁ વાતાવરણ માં,
કયારે મળશે તેનો અર્થપૂણઁ અદભૂત ઉજાસ ,
શું તે પણ રાહ જુએ છે કોઈ મોટા ચમત્કાર ની!

#પ્રકાશ

Read More

આપણા વિચારો અને વતુર્ણુક નું ,
રોજેરોજ નું હિસાબનામુ રાખો ....

--- Hiren Brahmbhatt © hirswa

બધાં કહે છે કે એક જ ભગવાન છે ! 

    તો આ બધાં વાડાઓ કેમ છે ?

          કોના માટે છે ?

       શું કરવા માટે છે ?

    શું સમજાવવા માટે છે ?

-- Hiren Brahmbhatt © hirswa

Read More