Quotes by Hir in Bitesapp read free

Hir

Hir

@hiralsathavara3914
(35)

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

Read More

રાઈમાંથી પહાડ જેવા થઈ ગયા,
જખ્મ મારા જાનલેવા થઈ ગયા.

આંસુઓ આવે નહીં મૌસમ મુજબ,
બારમાસી ઘરના નેવા થઈ ગયા.

સોયના નાકા સમી આપી જગા,
દુઃખ સાલા રોજ હેવા થઈ ગયા.

હું સનમની વાત તમને શું કરું,
એ હતા કેવા ને કેવા થઈ ગયા.

કાચની સામે જરા ઊભા રહ્યા,
જે હતા જેવા એ તેવા થઈ ગયા.

આવશે ક્યાંથી ભરોસો કોઈ પર,
કેવા કેવા જેવા તેવા થઈ ગયા.

Read More

ડૂમો ભરી ને બેઠેલા વાદળો

હવે રડી લે તો સારું.!

#અલવિદા

જરૂરી તો નથી કે માત્ર પ્રેમ કરો તો જ સંબંધ ટકે.. ક્યારેક દોસ્તી પણ ++ હોઈ શકે.
- હીર

આંખો ના ખૂણા માં​
​ઉભા રહેવાની હરીફાઇ તો જુઓ​

​એક આંસુ​
​બીજા આંસુ ને ધક્કો મારે છે.

પાણીમાં પડછાયો લાવું ક્યાંથી?
તમે સમજો એવા શબ્દો લાવું ક્યાંથી?

પાનખર આવી છે ઉદાસી લઈ ને..
ગીત મધુરું સંભળાવું ક્યાંથી??

વંટોળે ચડયા છે વિચારો હવે..
ત્યાં મીઠા સ્વપ્ન લાવું ક્યાંથી??

જોશો તમેય વસંતની વેળા..
દુઃખ પાનખરનું સમજાવું ક્યાંથી??
- હીર

Read More

કદાચ ફરીથી તેવું નસીબ મળી જાય,
જીવનની સૌથી સુંદર ક્ષણ મળી જાય,
ચાલ ફરીથી બનાવીએ સાગર પર રેતીનું મકાન
કદાચ પાછુ આપણું બાળપણ મળી જાય.

Read More

ગૂંગળામણનું કારણ ફક્ત કાર્બન ડાયોક્સાઈડની હાજરી જ નથી હોતી..

ક્યારેક કોઈકની કહેલી વાતો પણ ગૂંગળાવી મારી નાખે છે.
- હીર

Read More

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.

આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.

Read More