Quotes by HIRAL in Bitesapp read free

HIRAL

HIRAL

@hiralparmar230887gmail.com3250


"સ્વતંત્ર કટાક્ષ"

દેશની આ જનતા પર મને બહુ માન છે,
ઉભરાય જતી દેશભક્તિ પર મને બહુ માન છે.

આખું વર્ષ તો રહે છે જગ આખુંય સુતું,
તેથી કરવા મારે હવે થોડા કટાક્ષ છે.

૧૫મી ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી,
આજના બહુબલીઓને રહેતું આ બે દિવસનું જ ભાન છે.

ગાંધીજી,વલ્લભજી,નેહરુજી,ભગતસિંહજી,સુભાષ,
સર્વની કુરબાનીઓનું કોઈને રહ્યું ક્યાં સન્માન છે?

લડી ગયાં એ તો સાવ એમજ અમથા,
એથી મોટાં તો આજના ચતુર યુવાન છે.

દેશભક્તિનો દેખાવો ભર્યો અપરંપાર છે,
બે દિવસના વોટ્સઅપ ડીપીમાં છલકાતું ઈમાન છે.

દેશના સન્માન ખાતર પાપડ પણ તૂટે નહિ ને,
આ દિવસોમાં તો જાણે ઉભરાતો સિંહ સમો સુલતાન છે.

દેશ માટેનો પ્રેમ,આદર,ભાવ,માન, લાગણી,સન્માન,
હવે બે દિવસના ટ્વિટર અને ફેસબુકીયા મહેમાન છે.

કેસરી-સફેદ-લીલો આછાં પડી જાય છે રંગો,
જ્યારે દેશભક્તિ ધૂળમાં રગદોળાય ,રહેતું ક્યાં કોઈને ભાન છે.

કરું છું વંદન હું આજની આ યુવા પેઢીઓને,
કરતા આડંબર ને પીતાં બે દિવસ દેશભક્તિનું મયપાન છે.

"જન-ગણ-મન" "વન્દે માતરમ" ગાતાં પણ શરમાય છે,
તમે જ કહો ! ભારતનું આનાથી કયું મોટું અપમાન છે?

Read More

"સમય મળતો નથી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"તમને મળવા આવી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

#કાવ્યોત્સવ

"હાઈકુ"
---------

દિવાની વાટ
બળતી તેલ મહીં
માનવી શેમાં?

ઉડવા નભ
પાંખો પણ ફૂટી છે!
પાંજરાનું શું?

આડંબર કૈં
વ્હાલપની વાતમાં
ભીતરમાં શું?

શસ્ત્ર બુલંદ
વેરી સૌ પોતાનાં જ
જીતાશે જંગ?


       *- હિરલ પરમાર-*

Read More

#કાવ્યમહોત્સવ૨

આ વિચાર જરા ઠીક લાગે છે,
કે મને મારા જ પડછાયા ની બીક લાગે છે.

વાત હોય છે જુદી રાત્રિનાં અંધકાર ની,
અહીં તો દિવસના જ અજવાળા ની બીક લાગે છે.

આમ તો તરી લવ છું દરિયો સાવ કોરો,
પણ,ક્યારેક ઝાકળ ના છંટકાવ ની પણ બીક લાગે છે.

નથી ડર મને મૃત્યું ને ભેટવાનો પણ,
બંધ આંખે ક્યારેક સપના જોવાની પણ બીક લાગે છે.

હામ છે ભરેલી આખી દુનિયાને જીતવાની,
પણ,પોતાનાઓની સામે હારવાની બીક લાગે છે.

આ દુનિયા છે એટલી મતલબ અને સ્વાર્થની,
કે હવે ખુદથી પણ છેતરાવાની બીક લાગે છે.

લાગણીઓ તો છે કંઇક ભરેલી મનમાં પણ,
ક્યાંક દુભાય ના જાય એટલે કહેવાની બીક લાગે છે.

હિરલ પરમાર

Read More