Quotes by Hinal Shah in Bitesapp read free

Hinal Shah

Hinal Shah

@hinalshah1749


મારુ માન તમારું સન્માન તમારું, મારા નામ ની પાછડ સરનામું પણ તમારું આ બધું જ તમારું કહેવા માં મને કોઇ વાંધો નથી પણ હા મારા માં એક નાનકડું મન રહે છે એ જરૂર મારું છે...
-હિનલ શાહ

-Hinal Shah

Read More

કોણ કહે છે કે યુદ્ધ તો માત્ર મેદાન માં જ રમાય છે,
એની શરુઆત તો આંખો થી થાય છે,
અને આ ઇર્ષા ને તકરાર થી ચાલતુ આ ઠંડુ યુદ્ધ ક્યારે એક બીજા ને ભિતર થી જુદા કરી દે છે ખબર જ નથી પડતી..
#યુદ્ધ
- હિનલ શાહ

Read More

ઘણું બધુ કહી દેવાનું મન થાય છે,
પણ આ સંબધો શબ્દો ને મૌન કરી જાય છે..
ઘણું બધુ સાંભળી લેવાનું પણ મન થાય છે,
પણ આ સ્વાભિમાન ને માઠું લાગી જાય છે.
- હિનલ શાહ

Read More

તમારા અહમ ને ન્યાય આપવા મા જોજો ક્યાંક તમારા સંબધો નું બલિદાન ન આપઇ જાય,
મર્યાદા ને ન્યાય આપતા આપતા જોજો તમારો સ્નેહ તમારી લાગણી ઓ વિસરી ન જાય.
-હિનલ શાહ

Read More

तू सोचता बहुत है!

તારા વિરહ ની વેદના માં હું તો મારું શાન,બાન,ભાન મારું સર્વસ્વ વીસરતિ જાઉ છું.
-હિનલ શાહ

આમ તો બધાની સામે આપણો ચહેરો હસતો જ હોય છે,હસીને જ બધાને આવકારે છે પરંતુ જ્યારે આપણું મનગમતું પાત્ર સામે મળે ત્યારે એ હાવભાવ એ આવકાર ચહેરા ઉપર અનેરો જ રંગ દે છે.
-હિનલ શાહ

Read More

અનુભવો ત્યાં સુધીજ વરદાન રૂપ બની રહે છે જ્યાં સુધી એ નવા વિચારો અને નવા પ્રયત્નો ને માન આપે જ્યારે એ અનુભવ રૂપી બાણ નવા વિચારો ને અવરોધ રૂપ બની રહે ત્યારે એ શાપ રૂપ નીવડે છે.
-હિનલ શાહ

Read More

આ કુદરત ની કેવી ભવ્યતા છે,પહેલા એવું સમજાતું હતું કે આપણે આ રંગીન દુનીયા જોઇ શકીએ છીએ એ ભગવાને આપણ ને આપેલી અધભૂત ગિફ્ટ છે,પણ આજે સમજાય છે કે સુંદર દુનીયા જોઇને પણ એનો સ્પર્શ પણ ન કરી શકીએ એના થી વધારે કરુણ જનક કંઇ જ નથી આજે એવો સમય આવી ગયો છે માણસ બીજા માણસ નો સ્પર્શ કરી શકે તેમ નથી
અને જો આ સ્પર્શ જ નહી રહે તો શું થશે એના વિચાર માત્ર થી જ વિચાર મુગ્ધ થઇ જવાઇ છે..
-હિનલ શાહ

Read More

#ગુજરાત સ્થાપના દીન