Quotes by Hidden Person For You in Bitesapp read free

Hidden Person For You

Hidden Person For You

@hiddenpersonforyou2352


કાશ!!
તારી આંખમાં કંડારાયેલી એ તસવીર હું ફરી બની જાઉં...

કાશ!!
તારા કાનમાં રણકતો એ અવાજ હું ફરી બની જાઉં...

જ્યાં પ્રેમ હોય ત્યાં શું યોગ્ય અને શું અયોગ્ય??

ના, રાહ નહોતી જોતી એની...
પણ જ્યારે આગમનના એંધાણ ના થયા,
ત્યારે રાહ કરતા વ્યાકુળતા વધી ગઇ...

રૂપાળા ચહેરા ભૂલાતા નથી...
પણ તું ક્યાં રૂપાળો છે?
તોય કોણ જાણે કેમેય ભૂલાતો નથી!!!

લાલચ એ ભવિષ્યમાં સુખ મેળવવા માટેનું એવું ઝેર છે કે, જે સુખ મેળવતા પહેલા જ મારી નાખે છે...

#લલચાવવું

કોઈકે મને પૂછ્યું કે,"દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી શું છે?"

મારો જવાબ હતો,"લાલચ...."

#લલચાવવું

દરેક પાત્ર પોતાની જરૂરિયાતની પાછળ ભાગે છે,
અહંકાર, ભૂખ અને લાલચ માટે...
અને એ જ લાલચના કારણે,
માણસની પ્રામાણિકતા ડગમગી જાય છે...
અને તે સૌથી મોટી ભૂલ કરી બેસે છે....
#લલચાવવું

Read More

લાલચી લોકો પોતાની લાલચમાં બીજાને ભૂલી જાય છે, પ્રામાણિક લોકો પોતાની પ્રામાણિકતામાં પોતાનાઓને ભૂલી જાય છે...

તો આમાંથી સારું કોણ છે?? લાલચી જે પોતાનાઓનું વિચારે કે પ્રામાણિક જે બીજાનું??

#લલચાવવું

Read More

ચાહત ત્યાં સુધી જ સુખરૂપ લાગે,
જ્યાં સુધી તેમાં પામવાની લાલચ ન જાગે....

#લલચાવવું

લાલચની વરાળથી બનેલા સંબંધો વરસાદના વાદળ જેવા હોય છે, એકવાર વરસી શકે એટલું જ એમનું અસ્તિત્વ હોય....

#લલચાવવું

Read More