Quotes by Hetal Mankad in Bitesapp read free

Hetal Mankad

Hetal Mankad

@hetalmankad3380


માંદગીનો મેડીક્લેમ હોય,
પણ
મમતાનું પ્રિમિયમ ના હોય.

Good Noon

"નિરાંતનો સમય એટલે નિરંતરથી પર, અંતરની વાતનો સમય."

*ખુશનુમા સવારનીશુભેચ્છા*

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકર ના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતી થી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!
ગુજરાત દિન ની ખૂબ ખૂબ શુભેચ્છા

Read More

પચાસ વટાવી ચુકેલા
પ્રૌઢો

૧:- ખોરાક ઘટાડો......હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ,સુઘડ અને ફેશનેબલ રહો ...?

૨:- જરુરીયાત ઘટાડો.....વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .?

૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .?

૪: સતત અપડેટ રહો.....પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.?

૫:- ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.?

૬:- દેવ દર્શન સવારે કરવાનુ જ રાખો.
અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .નાનુ મોટુ દાન કયાઁ કરો.યાત્રા ,પૃવાસ કરતા રહો?

૭:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી
વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય
કરતા રહો.?

૮:- એક બીજામા વિસ્વાસ રાખી હરપળને સાથે માણતા શીખો... ?

તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ ક્રુપા છે.? ?????

*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી*
જિઓ શાનસે
*?????????????????આનંદ આનંદ*

Read More

GOOD MORNING