Quotes by હેતલ ગોર 'હેત' in Bitesapp read free

હેતલ ગોર 'હેત'

હેતલ ગોર 'હેત'

@hetalgor1504
(12)

નારીના સૌહાર્દની, ના હોય કોઈ તોલ.
મિશાલ છે સભ્યતાની, ના આંકો કોઈ મોલ.

ધરે રણચંડી રૂપ, ધ્રૂજે ધરા અપાર.
ના સમજો સૌ કમજોર, એ વિના સૌ અસાર.
હેતલ ગોર હેત
#WomensDay

Read More

પ્રેમનો એક કાગળ તને મોકલ્યો છે.
મારા હાથથી એ તને લખ્યો છે.
શબ્દો નથી એમાં કોરો કાગળ છે;
લાગણીની શાહીથી એ ભર્યો છે.
વાંચીને સમજે તું એટલે લખ્યો છે.
મારા દિલે તો ફક્ત તને ચાહ્યો છે.
#હેતનીકલમે
#ValentineDay

Read More

પ્રેમ કરવાનો તારો અંદાઝ મને બહું ગમ્યો છે.
તારું એ મારા માથા પર પ્રેમાળ ચુંબન મારા રોમેરોમમાં વસ્યું છે.
આજ પણ યાદ છે એ દિવસ જ્યારે તારા પ્રેમાળ હોઠ મારા કપાળને પહેલી વાર સ્પર્શ્યા હતા.
હું પૂરી તરબતર થઈ ગઈ ને આંખો મારી શરમથી ઝૂકી ગઈ, ને લાલાશ મારા ચહેરે વર્તાઈ હતી.
તારા કોમળ હાથ જ્યારે મારા મુખને ઉપર લાવ્યા ત્યારે આલિંગન આપી તારામાં કેવી વીંટળાઈ ગઈ.
#KissDay

Read More

આંખોમાં તારા પ્રેમનું રતાંધળાણું કેવું છવાયું!
નિશબ્દ બની કલમના સંગે પ્રીતનું તાંતણું બાંધ્યું!

હેતની કલમે ✍️

Read More