Quotes by Hetal Gala in Bitesapp read free

Hetal Gala

Hetal Gala

@hetalgala5350
(9)

લાઇફમાં ડગલેને પગલે કોમ્પિટિશન છે. બધાને પહેલી હરોળમાં આવવું છે. આંખે પાટા બાંધી પહેલા આવવાની લાયમાં આંધળી દોટ મૂકે છે. જો હરીફાઈ કરવી હોય ને તો જાત સાથે કરજો, જે તમને સારા વ્યક્તિ બનવામાં મદદ કરશે..
અને જો હરીફાઈ કરવી જ હોય તો તેની કરજો જે બીજાને ઉપયોગી થવા દોડે છે, કોઈનું ભલું કરવા દોડે છે...
કારણ કે લોકોની મદદ કરવાની રેસમાં ખૂબ ઓછા લોકો ભાગતા હોય છે!!

Read More

સફળતા મેળવવી કદાચ સહેલી છે.
પરંતુ સફળતા પચાવવી અઘરી છે. અને એ સફળતાને ટકાવી રાખવી ખૂબ મુશ્કેલ છે.અને જો એ સફળતા ને સફળાપૂર્વક ટકાવી લે તો સમજો જગ જીતી ગયા .. ઈશ્વરને પામી ગયા ...
#gujaratimatribhasha #gujaratiquotes #gujju #gujaratistory #gujaratitrendingreels #gujarati #gujaratiwriter #સફળતા
https://www.instagram.com/reel/Cy9PvFXyiJS/?igshid=MTc4MmM1YmI2Ng==

Read More

આજની તારીખે કોઈ પાસે સમય જ નથી ...
બધા બહુ busy છે. સાહેબ busy નહીં પણ productive બનો..

ત્યારેજ સમયનો સદુપયોગ થયો કહેવાશે..

#હેત #gujaratimatribhasha #gujaratiquotes #gujju #gujaratistory #gujaratitrendingreels #gujaratitrendingreels #gujarati #gujaratiwriter #productivelifestyle
https://www.instagram.com/p/Cz9bt3nSi9o/?igshid=MTc4MmM1YmI2Ng==

Read More

પ્રારબ્ધ અને પુરુષાર્થ
destiny and efforts બંને railway track સમાન છે ..
એ બંને parallel જ ચાલે ..
મહેનત વગર ફળ ની પ્રાપ્તિ થતી નથી . ને નસીબ થી ઓછું અને નસીબ થી વધુ કોઈ ને મળતું નથી.
જે નસીબ ને ભરોસે બેસી રહે અને પુરુષાર્થ , મહેનત કે હાર્ડ વર્ક ન કરે તો એમને મેજિક થી કંઈ પ્રાપ્ત થતું નથી. થાળી તો નસીબ જોગે પીરસી ને મળે ને કોઈ કોળિયો ય તમને ભરાવે પણ એ કોળિયો ચાવવાની મહેનત તો જાતેજ કરવી પડશે ને..

તો પ્રારબ્ધના ભરોસે બેસી પુરુષાર્થ કરવો છોડી ના દેતા.. નહી તો જીવન ની ગાડી derail થઈ જશે..

Read More

https://www.facebook.com/het.436594?mibextid=ZbWKwL

congratulations India, our prime minister on victory of soft landing of chandrayaan- 3.and special thanks to our scientists in ISRO who work hard for making history.👏🏻

Down to earth
off to moon !!

બે વિરોધાભાસી શબ્દ સમૂહ 'down to earth' એટલે કે ખૂબ જ નિખાલસ, નિરાભિમાની અને 'off to moon' ના ના એટલે આપણે ચંદ્રયાન 3 માં બેસીને ચંદ્ર પર રવાના નથી થવાનું હોં!!

આજે મારે વાત કરવી છે લોકોની માનસિકતા ની.

મોટા મોટા celebs કોઈ કાંટા-ચમચી વગર હાથેથી જમવાનું પસંદ કરે ત્યારે આપણે કહીએ કેટલો ડાઉન ટુ અર્થ છે. તાજેતરમાં જ એક મોટા entrepreneur સાયકલ પર બેસીને ઓફિસે ગયા ત્યારે આપણે કહીએ કેટલો ડાઉન તો અર્થ છે. મોટા શ્રીમંતો કોઈ જરૂરિયાત મંદોની મદદે આવે તો કેટલો ડાઉન ટુ અર્થ છે. કોઈ ફેમસ પર્સનાલિટી કે શ્રીમંત ચાલીને કે ટ્રેનમાં સફર કરે ખાસ કરીને કોઈ હીરો- હિરોઈન પ્રમોશન માટે રીક્ષા, લોકલ ટ્રેન, મેટ્રોમાં સફર કરી પોતાના મુવી નું પ્રમોશન કરે તો તેમને આપણે કહીએ કેટલો ડાઉન ટુ અર્થ છે. આજ વસ્તુ અગર સામાન્ય મહિનાના 25 -50 હજાર કમાવતો કે પછી મિડલ ક્લાસ ફેમિલીની મહિલાઓ ચાલીને શાકભાજી પણ લેવા જાય તો લોકો વાતો કરે કે કેવી ચીકણી છે, પૈસા બચાવે છે. જમવાનું હાથે જમે તો કહે કે આમાં કંઈ મેનર્સ જેવી વસ્તુ છે કે નહીં. કામ ઉપર જવા સાયકલ કે ચાલીને સ્ટેશન સુધી જાય તો કહે બધો પૈસો બાંધીને જવાનો છે. ભૂલે ચૂકે જો કોઈની મદદ કરી દે તો સમજે કે આને ડાહ્યા થવાનો બહુ શોખ છે. મને સમજાતું નથી કે ડાઉન ટુ અર્થ નો ખરેખરો અર્થ શું ?
મારા મતે તો જો તમને તમારા દિલને આજે ચાલવાનું મન છે તો ચાલો સાઇકલ પર જવાનું મન છે સાયકલથી જાવ. આમાં ઘણા ફાયદા રહેલા છે એક તો પૈસા તો બચશે જ સાથે તમારી હેલ્થ પણ સુધરશે.

ફલાણા એ આમ કર્યું ... ફલાણો કેટલો રખડે છે. ફલાણી ફરેજ છે ઘરે કામ - કરતી હશે કે નહીં .. અરે એણે જે કરવું હોય કરે. તમારાં પેટમાં કેમ તેલ રેડાય. જ્યારે પોતાના ઘર કાંચના બનેલાં હોય તો બીજા ના ઘરે શબ્દો ના પાણાં ન ફેંકાય...

ટૂંકમાં, બધાને જજ કરવાનું બંધ કરો. સોચ બદલો જમાનો આપોઆપ બદલાશે અને ત્યારેજ *"down to earth*" રહીને *"off to moon*" જવાશે.

Hetal Gala
હેત

Read More

फूल गुलाब का भी होता है , चम्पा - चमेली का भी ..
फूल सूरजमुखी का भी होता है , गेंदे - गुलबहार का भी ..
अलग रूप , अलग रंग , अलग उसकी परिभाषा भी ..
पर जब बंध जाते हैं गुलदस्ते में , तो महक ने लगती है यारियाँ भी !!
#હેત

Read More

કળિયુગ હોય કે સતયુગ..?!

સ્ત્રી ઓએ ડગલે ને પગલે પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિ પરિક્ષા આપવી જ પડે છે..

દયનિય 😔
#હેત

Read More