Quotes by Harsh in Bitesapp read free

Harsh

Harsh

@harsh1988


સમય ને સમજવો અઘરો છે.

પહેલાં મળતો નહોતો.

હવે જતો નથી.

અતિ ઉમદા કવિતા. અમુક પંક્તિઓ તો હ્રિદય સોંસરવી ઉતરી ગઈ, અને ભાષા પણ ખૂબ સરળ...

કોઈના આંસુ લૂછવાની
*મજા કંઈક ઔર છે*

બાને ઓછું સંભળાય છે,
પણ "કેમ છો"...? પૂછવાની
*મજા કંઈક ઔર છે.*

ભલે પડખા ફેરવી ને
સુતા હોઇએ
વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને
ચાદર ઓઢાડવાની
*મજા કંઈક ઔર છે.*

હા , વઢશે હજી ને
ગુસ્સો પણ કરશે અને
કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે
પિતાથી રીસાવાની
*મજા કંઈક ઔર છે.*

બાકી ભલે ભડભાદર થઇ
ફરતા હો આખા ગામમાં,

ક્યારેક ભાંગી પડો તો
માંના ખોળામાં
ડુસકા સાથે રડવાની
*મજા કંઈક ઔર છે.*

નહીં ગળે મળી શકો હવે
કે
નહીં એને વઢેલા શબ્દો
પાછા લઇ શકો,
બસ ભીની આંખે
બેનની રાખડીને ચૂમવાની
*મજા કંઈક ઔર છે.*

કાયમ કંઈ ભેગો
નથી રહેવાનો, એને પણ
એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે,
બે ગાળ દઈ દેવાની
*મજા કંઈક ઔર છે.*

હા, દોસ્તોએ કાયમ મારા
આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો બધી
અંગત વાતો છે પણ..,
કહી દેવાની
*મજા કંઈક ઔર છે.*

Read More

ભૂલ થાય એને સુધારવાની હોય ગીનીસ બુક માં નોંધાવાની નાં હોય...

સોચ રહા હૂં કુછ એસા લિખું વો પઢ કર રોયે ભી ના, ઔર રાત ભર સોયે ભી ના.......