Quotes by Harish Thanki in Bitesapp read free

Harish Thanki

Harish Thanki

@harishthanki


તમારી ચાહત છે, એ મારી મજલ છે.
તમારી આંખો છે, એ મારી ગઝલ છે.

-Harish Thanki

આપણાં દિલ સુધી એ પ્રેમ આવતો જાતો થાય એવું કરીએ.
બહુ સમય થયો, હવે એ મૌનને તોડી વાતો થાય એવું કરીએ.

-Harish Thanki

મને તારી વાત પર વિશ્વાસ આવતો જાય છે!
આ મોહ કે પ્રેમ, કહો આને શું કહેવાય છે?

-Harish Thanki

આપણી મંઝિલ એક છે
બસ! એટલું પૂરતું નથી,
ત્યાં જતી હરેક રાહ ન તારા
વગર હોવી જોઈએ.

-Harish Thanki

હું જ રાખું આંખ તારા પર એ કેટલો સમય ચાલે!
જરાક! તારી પણ ચાંપતી નજર હોવી જોઈએ!

-Harish Thanki

તમે વાત કરો છો કે વાવણી? પછી
કંઈ ઊગી નીકળે તો કહેતા નહીં!
નયનના ખંજરથી જખ્મ ન પંપાળો,
પછી કંઈ ફૂટી નીકળે તો કહેતા નહીં!

-Harish Thanki

Read More

તારા વગર મારામાં કાંઈક ખૂટતું હોય એ ન ચાલે માત્ર,

તારા અસ્તિત્વમાં પણ મારા વગર કસર હોવી જોઈએ!

-Harish Thanki

ચાલવું સતત તારી જોડે એ જ જીવન છે!
એ જ ઉપવન છે, બાકી બધું જ વન છે!

-Harish Thanki

કિંમતનો આંસુઓની કેવો આધાર હોય!
વહાવે છે એ વ્હાલાની કે નિરાધાર હોય!

-Harish Thanki

હું જ બાજી સંભાળું એવું ક્યાં સુધી ચાલશે!!
તને પણ મારા પ્રેમની થોડી કદર હોવી જોઇએ!

-Harish Thanki