Quotes by HARDIK RAVAL in Bitesapp read free

HARDIK RAVAL

HARDIK RAVAL

@hardikraval2010yahoo
(87)

જે મન વચન અને કર્મથી એકસમાન છે,
એ જ ખરો તેજસ્વી છે.

#તેજસ્વી

- હાર્દિક રાવલ

કેટલું જીવ્યા એ વર્ષોમાં નથી,
સાર કેવું જીવ્યા એ પળોમાં છે.

#સાર

- હાર્દિક રાવલ

પૂછવું છે તારે ?
લે ધર્યા જવાબો.
મનની મનમાં ન રહે,
પૂછી લે સવાલો.

#પુછવું

- હાર્દિક રાવલ

पूछना है तो पूछ जो चाहे जितना,
में कैसे किस कदर रहा हूँ।
मिलेगा तेरा हर जवाब तुझको,
में खुली किताब सा जिया हूँ।

#पूछना

- हार्दिक रावल

Read More

કોની હશે કલા, કોણે કારીગરી આ જાણી,
આટલે ઊંચે જઇ ભરતું કોણ હશે પાણી ?

#કલા

- હાર્દિક રાવલ

કલા તારી ક્યાં કોઈ જાણી શક્યું ?
લેખ તારા કોણ પિછાણી શક્યું ?

#કલા

- હાર્દિકરાવલ

પોતાની અંદર પરપોટાએ શૂન્ય સર્જ્યું,
ખાલીપાનું અંગત જાણે વિશ્વ સર્જ્યું.

#શૂન્ય

- હાર્દિક રાવલ

તારું મારું જ્યાં પૂરું થાય
ત્યાં આખુંય વિશ્વ સહિયારું થાય.

#વિશ્વ

- હાર્દિક રાવલ

તું તારી ઈચ્છાઓને ખોલતો રહ્યો,
ધરતી એમ આખી ખોદતો રહ્યો.
માટી કાઢી સિમેન્ટના જંગલો તું,
એક પછી એક ચણતો રહ્યો.
ફેંદી માર્યા જળ જમીનને વાયુ,
હદ બહાર પ્રદુષણ ઓકતો રહ્યો.
તું રામ કૃષ્ણના આખા આ વિશ્વને,
રાવણ ને કંસથી જોડતો રહ્યો.

#વિશ્વ

- હાર્દિક રાવલ

Read More

વનમાં હોય,
ફક્ત એ જ જંગલી.
શું એવું હોય ?

#જંગલી

- હાર્દિક રાવલ