Quotes by Hardik Barad【હૃદયથી】 in Bitesapp read free

Hardik Barad【હૃદયથી】

Hardik Barad【હૃદયથી】

@hardikbarad3021


અણધાર્યા અનુભવો વધી રહ્યાં છે,
લાગે છે ખરી જિંદગી હવે જ શરૂ થઈ છે.

-Hardik Barad【હૃદયથી】

વસવસો હૃદયનો બસ એક જ છે,
એકબીજાનાં હોવાં છતાં સાથે નથી.

-Hardik Barad【હૃદયથી】

અત્યાર સુધી સાચવીને રાખ્યું હતું મારું એ
નાજુક નમણું હૃદય,
કોણ જાણે ક્યારે તારી ભારે ભરખમ એ
લાગણીનો ચેપ લાગી ગયો.

-Hardik Barad【હૃદયથી】

Read More

ઉધાર હતી એ હુંફાળી સાંજ મળી ગઈ,
હૃદય સમાં માન્યા જેમને એમની સ્માઈલ મળી ગઈ.

-Hardik Barad【હૃદયથી】

તકલીફ બસ એક જ છે કે તું સાથે નથી,
બાકી બધી તકલીફોનો હલ તું જ છે.

-Hardik Barad【હૃદયથી】

ફરી લેશો જો સાત ફેરા પરાણે,
તો સાવ નકામો રહેશે આ જિંદગીનો એક ફેરો.

-Hardik Barad【હૃદયથી】

વ્હાલ વરસાવું બેફામ બારેમાસ,
પ્રેમ મારો કંઈ ફરશે નહીં ઋતુચક્ર માફક.

-Hardik Barad【હૃદયથી】

ઊંઘમાં પણ જાગતું રહે છે એ મન,
જે સંઘરીને ઘણી ઈચ્છાઓ બેઠું છે.

-Hardik Barad【હૃદયથી】

યાદ તારી કંઈક એ રીતે આવે છે,
પાંપણની આડમાં આંસુ આવે છે.

-Hardik Barad【હૃદયથી】

આંખો તેની જાણે ઘૂઘવતો દરિયો,
'ને હું તેમાં હિલોળે ચડેલો નાવિક.

-Hardik Barad【હૃદયથી】