Quotes by Hamir Khistariya in Bitesapp read free

Hamir Khistariya

Hamir Khistariya

@hamir.123


સાહેબ....

પરિસ્થિતી જાણ્યા વગર કોઈ પણ ને મદદ માટે હાથ લંબાવવો નહિ અને ખરેખર જરૂરિયાત માટે લંબાયેલા હાથ ને ક્યારેય પાછો ઠેલવો નહિ.....
🌷 સ્નેહ વંદન....
🌷જય માતાજી....

Read More

સાહેબ..

જીવનમા આગળ વધવું જરૂરી છે પણ એટલું બધુ પણ ના વધવું કે કોઈ આપણા જ અંગત આપણને જ ફોન કરીને એમ કહે કે "સાહેબ આપ ફ્રી છો તો મારે આપની સાથે બે મિનિટ વાત કરવી છે."

🌷સ્નેહ વંદન...
🌷સત્ ગુરૂદેવ...

-Hamir Khistariya

Read More

પ્રતિ શ્રી કોરોના વોરિયર્સ તમામ
ડૉકટર્સ,નર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ તમામ...

સવિનય સાથ જણાવવાનું કે વિશ્ર્વના તમામ દેશોની સાથે સાથે ભારત દેશ પણ જયારે આ કોરોના મહામારીના ભયંકર સકંજામા સપડાયેલ છે ત્યારે સમગ્ર માનવજાત એ ન જોયેલુ અને કયારેય પણ ન અનુભવેલો એવો આ ભયંકર વાયરસ રૂપી રોગના કારણે માનવ જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલ છે એવા સમયે સમગ્રવિશ્ર્વના આરોગ્ય તંત્ર માટે નવીન પ્રકારની આ સંકટની ઘડી છે ત્યારે તેમની કોઈ પરફેકટ દવા ન હોવા છતા પણ સમગ્ર ડૉકટર્સ,નર્સ તથા આરોગ્ય વિભાગની અદ્ ભૂત કામગીરીને લીધે,પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વકની ફરજ ને લીધે આ મહામારીમા કંઈક અંશે સફળતા મળી રહી છે એ ખરા અર્થમા ડૉકટર્સ ઈશ્ર્વરના સ્વરૂપ જ નહિ સાક્ષાત ઈશ્ર્વરના સ્વરૂપમા જોવા મળે છે.
આ મહામારીમા ઈશ્ર્વરના દરવાજા બંધ થઈ ગયા છે તેવા સમયે હોસ્પિટલ રૂપી મંદિરના દરવાજા ખુલ્લા રાખીને નિષ્કામભાવે જે સેવાકીય પ્રવૃતિ આપના સમગ્ર તંત્ર દ્વારા થઈ છે તે વંદનને પાત્ર છે..

આવી ૪૫ ડિગ્રી તાપમાનની ગરમીમા પણ પોતાની તથા પોતાના પરિવારના સ્વાથ્યની ચિંતા કર્યા વગર,રાત-દિવસ જોયા વગર કોવિડ હોસ્પિટલોમા ખૂબ જ કઠિન કહી શકાઈ એવી પીપીઈ કીટ પહેરીને તથા મોઢે માસ્ક પહેરીને આપે જે આ કોરોના મહામારી નાથવા,અંકુશ કરવા માટે જે યજ્ઞ આરંભ્યો છે તેના માટે પ્રસંશાના શબ્દો શબ્દકોષમા પુરતા નથી,પ્રસંશાના શબ્દો ખૂટે તેવી આપ સૌ ની કામગીરીને શતશત વંદન...

કોરોના મહામારી એક ચેપી વાઈરસ હોવાથી આપ સૌ સતત કોરોના દર્દીઓના સંપર્કમા રહેતા હોવા છતા તેમજ ઘણા ડૉકટર્સ તથા નર્સો આ મહામારીમા સંક્રમિત થયા હોવા છતા પણ આપની ફરજ પ્રત્યેની નિષ્ઠા,દર્દી પ્રત્યેની આપની સેવા એ કયારેય ભૂલાશે નહિ.આપની આ નિષ્કામ નિષ્ઠા અને સમર્પણની સમગ્ર સામાન્ય જનતા હંમેશા માટે ઋણી રહેશે અને આપના આ અમૂલ્ય યોગદાનને સતત યાદ રાખશે.

આપ સૌ કોરોના દર્દીઓને ઈશ્ર્વરના સાક્ષાત સદેહ સ્વરૂપે સતત હિંમત અને હૂંફ આપતા રહ્યા છો,તથા દર્દીઓને સારવાર આપી સ્વસ્થ કરીને ફરીથી એમના પરિવાર પાસે સામાન્ય જીદંગી જીવવા માટે મોકલતા રહ્યા છો તેમજ સતત આ કાર્ય કરી રહ્યા છો એ બદલ સામાન્ય જનતા વતી આપ સૌ આરોગ્ય વિભાગના સફેદ કોટ કે પીપીઈ કીટમા રહેલા સાક્ષાત ઈશ્ર્વર સ્વરૂપ આ કોરોના વોરિયર્સના ચરણોમા શતશત વંદન...

આપ સૌ આમ જનતાના સ્વાથ્યની સતત ચિંતા કરતા રહો છો તેના આભાર સાથે સમગ્ર માનવ જાત ઈશ્ર્વર પાસે પ્રાર્થના કરે છે કે આપનું સમગ્ર તંત્ર આ મહામારીના સંકટમા ના આવે અને આપ સતત આ સેવાકિય કાર્ય સ્વસ્થ રહીને કરતા રહો તેવી પ્રભુ પાસે હદયપૂર્વક પ્રાર્થના અને આપ સૌ કોરોના વોરિયર્સને લાખ લાખ ધન્યવાદ..
આપ સૌ ની નિષ્ઠા,મહેતન, અને દર્દીઓ પ્રત્યેની નિષ્કામ સેવાને ઈશ્ર્વર જરૂર મદદ કરશે અને આ કોરોના રૂપી સંકટ વહેલામા વહેલી તકે નેસ્તનાબૂદ થઈ જશે એવી શ્રધ્ધા અને વિશ્ર્વાસ સાથે સૌ કોરોના વોરિયર્સને શતશત નમન......
હમીર ખિસ્તરીયા...🙏🙏🙏

Read More

સાહેબ..
કેટલાક લોકોને એમ હોય કે એમની પાછળ માણસોની લાઈન લાગી છે,પણ એને એ ખબર નહી હોય કે લાઈન સસ્તા 'સેલ' મા લાગે મોંઘા 'મોલ' મા નહી...
?સ્નેહ વંદન?
??સત્ ગુરૂદેવ??

Read More

સાહેબ..

ખોટી વ્યક્તિની પસંદગી
આપણા જીવનને પ્રભાવિત
કરે કે ના કરે,
પણ
એક સાચી વ્યક્તિની ઉપેક્ષા
આપણને જીવનભર
પસ્તાવા માટે મજબૂર કરી દે છે...
?સ્નેહ વંદન?

Read More

સાહેબ..

ખોટી વ્યક્તિની પસંદગી
આપણા જીવનને પ્રભાવિત
કરે કે ના કરે,
પણ
એક સાચી વ્યક્તિની ઉપેક્ષા
આપણને જીવનભર
પસ્તાવા માટે મજબૂર કરી દે છે...
???સ્નેહ વંદન???

Read More

ये बेफिक्र सी सुबह और गुनगुनाहट शामों की ...!

जिंदगी खूबसूरत है अगर आदत हो मुस्कुराने की ...!!
सत् गुरूदेव

સાહેબ...
સમયની સાથે સાથે દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી હોય છે, પણ આ પરિવર્તન હું જ કરૂ અને મારા લીધે જ આ શકય બનશે એ માનસિકતા માંથી બહાર નીકળવું જરૂરી હોય છે.
?સત્ ગુરૂદેવ?

Read More

સાહેબ....

મંજિલ મનગમતી હોય ને,
તો રસ્તાની ચિંતા ક્યારેય ના કરવી....

?સ્નેહ વંદન....
?સત્ ગુરૂદેવ...