Quotes by GAURI in Bitesapp read free

GAURI

GAURI

@gyshah72gmail.com2063


કાળું ભમ્મર વાદળું !

ના વરસાદ,ના આંધી, લાખોટા તળાવે ઉડયું રે કાળું ભમ્મર વાદળું !

રમણીય રણમલ તળાવ પર ઉડયું રે આ કાળું ભમ્મર વાદળું !

જાણે હેરી પોટરનો ડાર્ક લોર્ડ,ધુમાડો બનતું ઉડયું આ કાળું ભમ્મર વાદળું !

વગર આગે ધુમાડો ઉડયો, કહેવતની હાંસી કરતું રે આ કાળું ભમ્મર વાદળું !

જાણે રઘવાટમાં આમ તેમ જતું, ઉડતું રે આ કાળું ભમ્મર વાદળું !

કુદરત કેરી સિમ્ફનીનાં તાલે,સિંક્રોનાઇઝ થયું આ કાળું ભમ્મર વાદળું !

લોકલ પકડવા મથતું જાણે મુંબઈગરાનું ટોળું,હુડુડુડુ હુસ,આ કાળું ભમ્મર વાદળું !

સુની પડી છે ભોજસભા,જઈને તું સંદેશો દે, ઓ મેઘદૂત ! ઓ કાળું ભમ્મર વાદળું !

આ તરસી ધરાની ટીખળ કરતું,અહીં તહીં દોડીને, આ કાળું ભમ્મર વાદળું !

અલગ અલગ છતાં એક અસ્તિત્વ,અહમ્ ત્યજી ઉડયું, આ કાળું ભમ્મર વાદળું !

એક લક્ષ્ય,એક દિશામાં,એક સંપે સર્જાયું, આ કાળું ભમ્મર વાદળું !

જીવનાકાશને આંબતું,સાથે રહી,વિઘ્ન શિકારીને છેતરતું, આ કાળું ભમ્મર વાદળું !

જર ને જમીન કાજે અવની રાખ ન કર,વરસી જાને બની તું પણ કાળું ભમ્મર વાદળું !

Read More