Quotes by Guru in Bitesapp read free

Guru

Guru

@guruprasadbhoi05gmail.com1975


મૃત્યુ પેહલા મોતને મારી છે,
કંઈક એ રીતે જાતને મઠારી છે.

સાગર જેમ નદીઓને આવકારે,
એમ વ્યથાઓને મેં આવકારી છે.

ગુરુપ્રસાદ【રુહ】

Read More

દિલ અને દિમાગ વચ્ચે હોબાળો થયો છે,
લાગે છે પ્રેમમાં કંઈક ગોટાળો થયો છે.

દુશ્મનનું ગજું શુ કે મને માત આપે,
લાગે,કોઈ અંગતથી કાંકરીચાળો થયો છે.

ગુરુપ્રસાદ(રુહ)

Read More

હતો હું એકલો જ ખુશ મિજાઝ ખુદમાં,
પ્રેમ ના સાગર માં પડ્યા બાદ જાણ્યું તરવું શુ....

રુહ

ભૂકંપ જેમ કાન ધણધણી ઉઠે,
જખ્મો જુના વેદનાથી કંપી ઉઠે.

વાગે જો શબ્દ તમાચાની જેમ
નસેનસથી માનવી સમસમી ઉઠે.

ગુરુપ્રસાદ(રુહ)

Read More

મસમોટી જિંદગીની મીઠાસ પામવા,
ન જાણે કેટલાય અશ્રુ ચાખી બેઠો.

ગુરુપ્રસાદ

ખાલીપો ન ખખડે એટલે અભાવ રાખું છું,
હૃદયમાં રોજ સળગતી એક મશાલ રાખું છું.

ગુરુપ્રસાદ{રુહ}

એટલે જ પારસમણિ દરેક ને મળ્યો નથી,
સોનુ તેનું મૂલ્ય ગુમાવે જો મળી જાય સૌ ને.

ગુરુપ્રસાદ【રુહ】

નિષ્ફળતા સહેજે નો ભાર રાખ્યો નથી માથા પર,
બનાવી સીડી નિષ્ફળતાની પોહચ્યો છું સફળતા પર.

ગુરુપ્રસાદ{રુહ}

રહેતો હતો બેચેન તારી યાદ માં,
હવે બેચેની માં રે'વા ટેવાઈ ગયા.

હતા તેના ચહેરા પર નકાબો ઘણા,
એ પણ હવે વિખેરાઈ ગયા.

Read More