Quotes by JUST_GS in Bitesapp read free

JUST_GS

JUST_GS

@gruhitshingala201156


સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.🙏🏻

FIX YOUR WINGS BEFORE TIME FLY.⏳

નદીથી ચંચળ અને સમૂદ્રથી ઊંડું કોણ..?

નદી થી ચંચળ ફળિયા માં રમતી દીકરી
અને સમુદ્ર થી આ
દીકરી ની વિદાઇ કરતા પિતાનું હદય ❤

Read More

સારા કામની શરુઆત તો આપણાથી જ કરવી પડે,બીજાને તીલક કરતા પહેલા પોતાની આગંળી પર તીલક કરવુ પડે.

! મોબાઇલ !
કરીએ ઉપયોગ જો ધ્યાનથી
જીવન ચાલે વટ થી,
ક્યો ઉપયોગ બે ધ્યાનથી,
ગ્યું જીવન જીવ થી.

.

પાયાના પથ્થર ને સાહેબ દબાઈને જ રહેવુ પડે, નહિતર મોટી બિલ્ડિંગ પન જમીન દોસ્ત બની જાય.
- JUST_GS

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?

પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?

બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?

ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

Read More

માણસ ગમે એટલો છુપાવે પણ જ્યારે એને ખોટુ કર્યુ હોય ત્યારે ઍ હ્રદય ના ખુણે તો ડરતો જ હોય છે.
દુર્યોધન ને કાય પણ કમિ નહોતી મોટા મોટા મહારથી તેની સેના મા હતા પરંતુ યુધ્ધ શરુ થ્યું ત્યારે તેના હ્રદય મા થોડી વાર ડર તો આવ્યો જ હતો.🔪

Read More

1]વિજ્ઞાન ની શોધ થય હતી ત્યારે અંદાજો પણ નો હતો કે આવુ પણ થય શકે,અણુબૉમ્બ થી નાગાશાકિ અને હિનોશિમા જેવા શહેર ઉડાડી શકાશે. 2] અને હવે માનવી અજિ એક પગથિયુ આગળ આવ્યો છે કૃર્તિમ બુદ્ધિ એટલે કે AI,..............

Read More