The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુમ બેસહારા હો તો....કિસીકા સહારા બનો. ધન્ય છે દીકરી જાનવી અને તેના પરિવારજનો/સ્વજનો. સુરતથી 21માં હ્રદયનું દાન, બ્રેનડેડ 21 વર્ષીય યુવતીનું હ્રદય મુંબઈમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ. ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી. સુરતઃ કારની ડિક્કી પરથી પડી જતા બ્રેનડેડ થયેલી 21 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી.ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઈમાં યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાંથી આ 21માં વ્યક્તિનું હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. બ્રેનડેડ જાહેર કરવામાં આવી વેસુ વિસ્તારમાં આવેલા સ્વસ્તીક વિલા એપાર્ટમેન્ટમાં જાનવી તેજસ પટેલ પરિવાર સાથે રહેતી હતી. અને ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરી ફેશન ડિઝાઈનર તરીકે કાર્યરત હતી. ગત 17મીના રોજ હેપ્પી હોમ રેસીડન્સી સામે આવેલ એરીસ્ટા બિલ્ડીંગ પાસે જાનવી કારની ડિક્કી પરથી નીચે પડી જતા માથામા ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગઈ હતી. જેથી જાનવીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેને ડોક્ટરો દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. હાર્ટ, લિવર, કિડની અને આંખનું દાન જાનવી બ્રેનડેડ થવાની માહિતી ડોનેટ લાઈફને થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી. અને જાનવીની માતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પરિવાર અંગોના દાન માટે સંમત થયા હતા. જેમાં હાર્ટ, લિવર, કિડની અને આંખનું દાન સ્વિકારમાં આવ્યું હતું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરવામાં આવ્યું હૃદયનું દાન સ્વિકારી ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય મુલુંડમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને 26 વર્ષીય લાલજી ગેડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરતમાંથી અત્યાર સુધીમાં 21 હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 15 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 મધ્યપ્રદેશ, અને 1 દિલ્હીમાં હાર્ટ દાન કરવામાં આવ્યા છે. શરીર બળીને રાખ થઇ જાય એના કરતા કોઈનું જીવન બચાવ્યું: માતા-પિતા જાનવીના માતાપિતા અમીતાબેન તેમજ તેજસભાઈએ જણાવ્યું કે, બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે. અમારી દીકરી બ્રેનડેડ થઈ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય એના કરતા તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો આંગદાન માટે આપ આગળ વધો. 6 લોકોને નવજીવન આપ્યું દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી નરેશ મધુભાઈ રાજપરા ઉ.વ.47 અને બીજી કિડની રાંચી, ઝારખંડના રહેવાસી રાકેશકુમાર ચંદ્રમદન ઝા ઉ.વ. 42માં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી જીજ્ઞાબેન વિજયકુમાર પટેલ ઉ. વ. 47માં કરવામાં આવ્યું છે. હ્રદય ડોનેશનની પ્રક્રિયાનો ઘટનાક્રમ - બ્રેનડેડ જાનવીને ડોકટરો દ્વારા ઓપરેશન થીયેટરમાં શીફ્ટ કરવામાં આવી - સવારે 7.27 કલાકે મુંબઈની ફોર્ટીસ હોસ્પીટલના કાર્ડિયાક સર્જન અને તેમની ટીમ હૃદયનું દાન સ્વીકારી એરપોર્ટ જવાના રવાના થયા. - 7.41 કલાકે ડોક્ટર અને તેમની ટીમ સુરત એરપોર્ટ પહોચ્યા -7.47 કલાકે સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટમાં હૃદય લઇ મુંબઈ જવા રવાના થયા - 8.43 કલાકે મુંબઈ એરપોર્ટ સમાજને જાગૃત કરતા આ કિસ્સામાં અતિ પુણ્યશાળી દીકરી જાનવીના માતા પિતા તથા સમગ્ર પરિવારને આ અંગદાન મહાદાનના નિર્ણય બદલ લાખ લાખ વંદન કોટી કોટી પ્રણામ કે જેઓએ કાંઈ કેટલાઓના જીવન ઉજાગર કર્યા , પરિવારોને જીવવાની ઉર્જા આપી અંગદાનની સંપૂર્ણ પ્રક્રિયામાં ગુજરાત પોલીસ વિભાગે પણ ખુબજ ઉમદા અને સરાહનીય કામગીરી કરી શરીરના મહત્વનાઅંગને સમયસર પહોંચાડવામાં ખરી ભૂમિકા ભજવી હતી પોલીસ વિભાગને પોલીસ સમન્વય ટીમના સલામ. હમ જીયે સબકે લીયે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser