Quotes by કહાની નંબર વન in Bitesapp read free

કહાની નંબર વન

કહાની નંબર વન Matrubharti Verified

@experiencea2z2021gmail.com124938
(27)

કહાની નંબર વન

"જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી, અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી."

Read More

"વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે, બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં"

-કહાની નંબર વન

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા હું શબ્દ ને તું અર્થ તારા વગર હું વ્યર્થ

-કહાની નંબર વન

દરેક વ્યક્તિ
એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!

-કહાની નંબર વન

Read More

પ્રેમ અને દોસ્તી
તો અભણ સાથે જ જામે,
ભણેલા તો લાગણીની પણ
ગણતરી કરતા હોય છે !!

-કહાની નંબર વન

પાપા પગલી
પાપા પગલી ધૂળની ઢગલી ઢગલીમાં ઢેલ જીવે મારી બેન પાપા પડિયા થોડુંક રડ્યાં રડતાં રડતાં આંસુડાં ખર્યાં પાપા પોળી ઘીમાં ઝબોળી ચોળીને ખાજો તાજામાજા થાજો તાજામાજા થાજો તાજામાજા થાજો

Read More

હાલરડું

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં ભાઈ મારો છે સાગનો સોટો આવતી વહુનો ચોટલો મોટો ભાઈ મારો છે વણઝારો એને શેર સોનું લઈ શણગારો હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં બેની મારી છે ડાહી, પાટલે બેસીને નાહી પાટલો ગયો ખસી, બેની પડી હસી હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં બેની મારી છે લાડકી લાવો સાકર ઘીની વાડકી ખાશે સાકર ઘી મારી બેની ચાટશે વાડકી મ્યાંઉ મીની હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં

Read More