Quotes by Eina thakar in Bitesapp read free

Eina thakar

Eina thakar

@einathakar


ફરિયાદો ક્યાંથી કરું ,આ પોતાનાં છે.

ફરિયાદો કેમ કરું , આ ક્યાં પોતાનાં છે.

નિષ્ફળતાની ઠોકરો ખાઈ ખાઈને પડી જવું તો હે ઈશ્વર, હાથ દઈ ઊભો ન કરતો મને,
પણ જાતે જ હું મને ઉભો કરું એવું બળ દેજે.

આંસુઓથી પીડાઓથી ખરડાઈ, ચિરાઈ જતા મારી પર દયા ન કરતો ઈશ્વર .
પણ,આંસુઓના પાટોડાઓને પરસેવાથી લૂછું એવો પરિશ્રમ દેજે .

બધી બાજુથી ભવિષ્યના ડરની તલવારો મને વિંધે તો
તારા નામની ઢાલ દેજે .
લોહી લુહાણ થઈને પણ ત્યાંથી નીકળી જઈશ .

ઢસડાતા ઢસડાતા ચાલુ તો પણ ચાલવા દેજે .
મને હજી મારા તૂટેલા કાંડામાં બેઠા થવાની હામ છે .

અને છેલ્લે બસ એટલું જ કહીશ, મારી સામે સાથે અને બાજુમાં જ રહેજે.
મારી અંદર તારું હોવાપણું જ મારી ખરી તાકાત છે.

Read More

શિક્ષિકા: એક વિદ્યાર્થી ને પ્રશ્ન કર્યો.
તારે મોટા થઈ શું બનવું છે.

વિધાર્થી: બેન મારે મોટા થઈ good man બનવું છે.

Read More

પ્રેમ તો કોઈને દુઃખી કરતો જ નથી.
એ તો સુખ દુઃખ થી પર છે .
પણ,
આપણને દુઃખી કરે છે એની સાથે જોડાયેલી આપણી અપેક્ષાઓ .
આપણે જોયેલા સપના,
એ પાત્રને પોતાની કરી લેવાની હઠ
બાકી ,પ્રેમ તો નિર્મળ અને પવિત્ર છે.
તે તો સ્વતંત્ર છે.
નથી બાંધતો કે નથી બંધાતો .

Read More

આપણે આપણી જિંદગી નો મોટા ભાગ નો સમય બીજાઓને દેખાડી દેવા માં જ ખર્ચી નાખીએ છીએ.

ફેશન -- આપણે ખરીદેલ બ્રાન્ડેડ વસ્તુ નું પ્રદર્શન
માર્કશીટ - આપણા બાળક ની આવડત નું પ્રદર્શન

બધું બતાવી ને આપણે તો આપણા થી ક્યાંક ખોવાઈ જ ગયા છીએ.

શું , આ બધા માંથી આપણે આપણી પોતાની જિંદગી માટે થોડો તો થોડો સમય ન કાઢી શકીએ.
આખરે, આપણે જીવવા જ તો આવ્યાં છીએ ખરું ને.

મન ભરી જીવવા માટે આપણી સાથે માત્ર આપણે જ હોવા જોઈયે..

"આપણે ખુશ તો આપણો પરિવાર પણ ખુશ."

Read More

નહિ શરતો મૂકું, નહિ સવાલો કરું
જો હું તને પ્રેમ કરું.

વરસાદી વાદળો ની જેમ બસ વરસ્યા જ કરું
જો હું તને પ્રેમ કરું.

તારો દિદાર જ મારી માત્ર અપેક્ષા છે,
કેમ કે તને પ્રેમ કરું.

તું જ ખુશ રહે એ જ તમન્ના છેલ્લી,
પહેલી ઈચ્છા પણ એ જ કરું.

ખબર નથી ક્યારે જિંદગી છેતરી જાશે,
એટલે જ દરેકે દરેક પળ તને પ્રેમ કરું.

Read More