Quotes by VANDE MATARAM in Bitesapp read free

VANDE MATARAM

VANDE MATARAM Matrubharti Verified

@dskdsk
(4.6k)

તમારે કોઇ એ મને "અભિ" કેહવો નહી કેમ કે મારા પાપા ને એ પસંદ નથી એમ નહી બિલકુલ પસંદ નથી.હોસ્પિટલમાં દર્દીઓને કહી રહ્યો...




ત્યા જ અભિનંદનની પત્ની આવી ને બોલી ‘’અભિ’’.....





"અભિ" એ તેના હોસ્પિટલના રૂમમા સુતેલા દર્દીને હમણા જ ખખડાવેલા કે ‘’મને કોઇ એ અભિ કેહવો નહી"





"ને, હાલ ખુદ અભિનંદનની પત્ની જ તેને ‘’અભિ’’ કહીને બોલાવે છે’’


અભિનંદન ગુસ્સે થયોને મીતવાની પાછળ દોડ્યો.કેટલાય મોટા આર્મીની હોસ્પિટલના કેમ્પસમા તેની પાછળ પડ્યો.જ્યા લીલીછમ લોન છે.મીતાવા લોનમા પડી જતા બોલી...



"અભિનંદન તને તો કામથી ફુરસદ નથી તો તને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે જ હુ બોલી મારા અભિનંદન..."





અભિનંદન બોલ્યો મીતવા ...મને તારી ચાલની ખબર છે ને એટલે જ હુ તારી પાછળ આવ્યો.....


મીતવા બોલી તને તો બસ દર્દી દર્દીને દર્દી જ. હુ તો દેખાતી જ નથી...


અભિનંદન બોલ્યો તુ મને દેખાય જ છે પણ મને મારા દર્દીઓ ખુબ જ વ્હાલા છે....



ને હુ.....


અભિનંદન મિતવાનો હાથ પકડતા બોલ્યો....એ બધા કરતા પણ તુ વધારે.....એક નિ:સાસો નાખતા એ આગળ બોલ્યો...




મીતવાને અંદાજ આવી ગયો એટલે એ તરત જ અભિનંદનને દુઃખી થતો રોકવા બોલી.....



તુ કાલે જ કેતો તો ને કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોતા-જોતા કે આપડે જોડે કોલેજ કરતા હોત તો આપડી લાઇફ કેવી હોત....?



અભિનંદન બોલ્યો.....જી હા....



તો ચલ આપડે અહી બેસીને વિચારી એ કે આપડી લાઇફ કેવી હોત?



કેવી રીતે પ્રેમ કર્યો હોત?


કેવી રીતે આપડે પરિવારને મનાવ્યા હોત?


ન માન્યા હોત તો શુ કર્યુ હોત બધુ જ બધુ જ....


અભિનંદન ઓકે....તો ચલ વિચારીએ.......


આગળ નો ભાગ માતૃભારતી પર વાંચો

Read More

લિંક કૉમેન્ટ બોક્સમાં મળશે.


સાંજ પડી ગઈ છે.એક પણ રિક્ષાવાળો કે બીજું કોઈ વાહન સીટી બાજુ જઈ રહ્યું નથી.ધીમે-ધીમે ઝાલરનો ટાઈમ થઇ રહ્યો છે.વાદળાઓ અવરજવર આમથી તેમ શરૂ છે.ભરચક સિટીમાં ક્યાંક- ક્યાંક રહેતા પક્ષીઓ પોતાના માળા બાજુ આવી રહ્યા.બાજુમાં જ જંગલ છે.કોને સિટીમાં રહેવુ ગમે???તેમ છતાંય માણસોની જેમ કોઈ શોખીન પક્ષીઓ સિટીમાં રહે છે.

"શ્વાસ તો દરેક માણસ લે છેને જીવે છે;
પરંતુ માણસને પોતાનો શોખ જ જીવંત રાખે છે"
-vandemataram


સીટીથી બહાર નીકળતા બે કિલોમીટર જેટલો જંગલનો રસ્તો આવે છે પછી શોપિંગ સેન્ટર,શોપ,મોલ તેમજ લગભગ તમામ વસ્તુઓનું બજાર સીટીની બહાર છે.

આરોહી અને તેની ફ્રેન્ડ હેમાં ઉભા છે.બંનેના મનમાં પોતપોતાની રીતે વિચારો ચાલી રહ્યા છે.

આરોહી વિચારી રહી હે ઈશ્વર!! જલ્દી કોઈ વાહન મળી જાય તો સારું.અંધારું થઈ જશે તો ઘરે જતાની સાથે જ ઘણું બધું સાંભળવું પડશે.આ સાંભળવાની પૂરી તૈયારી પૂરી પ્રેક્ટિસ અહીં ઊભા-ઊભા જ કરી લેવી પડશે.એક પણ શબ્દ મમ્મીની સામે બોલાશે નહીં.આમ તો ફાટી ફરતી(જેમ ગમે તેમ કરનાર)આરોહી મમ્મીથી ડરે પણ ખરી.

બંને ફ્રેન્ડ જીન્સ અને ટોપ પહેરેલા છે.બંને ખુબ સુંદર લાગી રહી.બંનેના ખુલ્લા વાળ,પવનના કારણે હવામાં લહેરાઈ રહ્યા.સુંદર અને નમણી છોકરીઓના ચહેરા પરના હાવભાવ જોતા ખબર પડી જાય છે કે તેને વાહન મળતું નથી,બંને અંદરથી મુંજાયેલી છે.

ડરની સાથે,
વહેમ પણ પડે,
જો સાંજ પડે.

એટલી જ વારમાં ત્યા એક કેબ આવીને ઊભી રહી. કંઈ પણ વિચાર્યા વગર આરોહી દોડીને ડ્રાઇવર આગળ પહોંચીને બોલી તમારે સિટીમાં જોવું છે?એ એક મોટી ઉમ્મીદથી બોલી ગઈ.ડ્રાઈવરે નકારમાં માથું હલાવતા કહ્યું સોરી મેમ! આ કેબ બૂક કરાવેલી છે એટલે હું અહીં આવ્યો છું.

હેમાં આજીજીના સ્વરમાં બોલી પ્લીઝ અમારે હેલ્પની જરૂર છે. અમે ગમે તેમ બેસી જઈશું. પરંતુ અમને સીટી સુધી લેતા જાવ. પછી અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી દઈશું.જે બાબત સાથે ડ્રાઇવરને લેવાદેવા નથી એ પણ હેમા બોલી ગઈ. પરંતુ પ્લીઝ મહેરબાની કરીને અમને સિટી સુધી પહોંચાડીદો.

આમ તો ઘણી બધી રીક્ષા, સીટી બસ, ઇકો વાળા જતા હોય છે પરંતુ સાંજનો સમય છે અને મેરેજની સીઝન ચાલે છે.પણ...પણ.. આજે વાહનો વાળા હડતાલ પર છે. એટલે સીટીમાં જવું થોડું ઓકવર્ડ થઈ ગયું. ક્યારેક તો રસ્તો સૂમસામ થઈ જાય છે.બસ આવી જ ઘડી આવી પહોંચી.

Read More
epost thumb

લિંક કૉમેન્ટ બોક્સમાં મળશે

epost thumb

લિંક કૉમેન્ટ બોક્સમાં છે.

બેલા:-એક સુંદર કન્યા વાંચો

epost thumb

લિંક કૉમેન્ટ બોક્સમાં છે.


બુક કી બાત...

દેવકી-1


यदा यदा ही धर्मस्य ग्लानि भवति भारत ।
अभ्युथानम् धर्मस्य तदात्मानं सृजाम्यहम्।।

દેવ કાચના મંદિરમાં મહાદેવની પૂજા કરી રહ્યો.મંદિરનું વાતાવરણ એકદમ શાંત છે.કોઈક કોઈક જ માણસ દેખાઈ રહ્યું.સાદા કાપડના બનાવેલ વાદળી કલરની કફની,લેંઘો સફેદ કલરનો પહેરેલો છે.સફેદ ખેસ પણ છે.

આજે તેની દેવકીમાંનો જન્મદિવસ છે.બિલિપત્ર તેમજ જળાભિષેક દ્વારા મહાદેવને પોતાની માતાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યો.તેમ છતાંય વારેવારે તેનું મન હિંમત હારી જાય છે.જાણે એવું લાગે છે કે ક્યાંક પોતાની પ્રાર્થના નિષ્ફળ ના થઈ જાય???

દેવ છેલ્લા એક વર્ષથી ડિપ્રેશનમાં છે. જ્યારથી તેની માં અને નાની બેન મૈત્રી ઘર છોડીને ગયા છે,મન અહીં-તહી ભટક્યા કરે.દેવને પોતાની માની વાતો,પ્રેમ,વ્હાલ કોઈને કહી સંભળાવવું મન થાય છે.ક્યારેક મૈત્રી જોડેનો ઝગડો યાદ આવી જાય....પણ....એક વર્ષથી એવું કોઈ મળ્યું જ નથી.જેની સાથે દિલ ઠાલવી શકાય.

Read More
epost thumb

"કરુણા-1",

કૉમેન્ટ બોક્સમાં લિંક છે.

કરુણાને લઈને હોસ્પિટલ આવ્યા.ત્યાં સુધી એ બેભાન જ હતી.ડોકટરે તેની તપાસ કરી.પાણીની છાંટ નાખતા તેને હોશ આવી ગઈ.તે હલવા લાગી. તરત જ ડોક્ટરે એક બોટલ ચડાવી કરુણાને.

ડોક્ટરે પૂછ્યું કે કશું થાય છે???કરુણાએ પોતાની નજર સામે ડોકટર જોયા.એ હલવાનો પ્રયત્ન કરતી હતી કે ડોકટર બોલ્યા તું હોસ્પિટલમાં છો.તને કશું થાય છે???

તેણે માત્ર માથું હલાવીને ના પાડી.

ડોક્ટરે મિતાંશને કહ્યું ચિંતા કરવાની કોઈ જરૂર નથી.ઘણા બધા લોકો દુનિયામાં એવા હોય છે કે જે એકસાથે બહુ બધું બ્લડ જોઈ શકતા નથી.જેને કારણે તેને ચક્કર આવી જતાં હોય છે.શક્તિનો બાટલો ચડાવી દીધો છે પછી તમે ઘેર જઈ શકો છો.ત્યાં સુધીમાં તમે પેમેન્ટ કરી ફ્રી થઈ જાવ.

ડોક્ટર જતા રહ્યા.

કરુણા એ જોયું તો તેની સાથે જીયા,નિરાલી, મિતાંશ વૈભવ, રાહુલ બધા જ છે.

મિતાંશે ધીમેથી કરુણાની ચિંતા કરતા પૂછ્યું કરુણા હવે તને કેમ લાગે છે?ચક્કર આવે છે? કશું થાય છે? જો કશું થાય તો તરત જ કેજે અમે ડોકટરને બોલાવી લાવીએ.

કરુણા એ માત્ર માથું હલાવ્યું એ કશું ના બોલી.

મિતાંશ કરુણાની સામે એકધારો જોઈ રહ્યો.કરુણાએ પોતાની નજર ફેરવી લીધી.જીયા અને નિરાલી એકબીજાને કોણી મારી રહી.સાથે-સાથે મિતાંશ અને કરુણા સામે જોઈ રહી.

વૈભવ અને રાહુલ, જીયા અને નિરાલી સામે જોઈને હસી રહ્યા.સામે એટલા જ નખરા સાથે જીયા અને નિરાલી પણ તેની સામે જોઈને હસી રહ્યા.

એ ત્રણેય છોકરા બહાર નીકળી ગયા.

મિતાંશ,રાહુલ અને વૈભવ બહાર લોબીમાં આંટા મારી રહ્યા.મિતાંશ બોલ્યો હવે કશું કરુણાને ન થાય તો સારું નહિતર....એ ચૂપ થઈ ગયો.

વૈભવ મિતાંશના ખભા ઉપર હાથ મૂકીને બોલ્યો તું આટલી બધી ચિંતા કરમાં.કરુણાને કશું નહીં થાય.પછી એ મિતાંશની મજાક ઉડાવતા બોલ્યો તને કરુણાની ચિંતા કેમ થાય છે??

મિતાંશ, વૈભવ સામે જોઇને બોલ્યો આ કોઈ મજાકનો ટાઈમ નથી.આમ અચાનક જ ચક્કર આવી જવા,પડી જવું,બેભાન થઇ જવું એ કોઈ નાની બાબત નથી.

રાહુલ મિતાંશની મજાક ઉડાવતા બોલ્યો બેશક કોઈ નાની વાત નથી.પરંતુ કરુણાના બેભાન થવાથી આપણને શું ખબર પડે છે?એ કોઈ આપણી ફ્રેન્ડ નથી.બીજું એ સેકન્ડ યર સ્ટુડન્ટસ નથી.ત્રીજુ એ તારી ગર્લફ્રેન્ડ પણ નથી.

મિતાંશ ગુસ્સો કરતા બોલ્યો વૈભવ અને રાહુલ તમે બંને નહીં સુધરો.કોઈ પણ સંજોગોમાં નહીં સુધરો. વૈભવ અને રાહુલે સામસામે તાળી મારીને હસવા લાગ્યા.

જીયા કરુણાની મજાક ઉડાવતા બોલી કરુણા તને લઈને અહીં મિતાંશ આવ્યો છે.એમ પણ તું જ છુપાઈ- છુપાઈને મિતાંશને કોલેજમાં બહુ જોયા કરતી.

કરુણા આંખો નાની કરી બોલી તું મને આવું કઈ રીતે કહી શકે?? મિતાંશ તો ચોકલેટી બોય છે.તેને કોલેજની બધી છોકરીઓ છુપાઈ-છુપાઈને જુએ છે.તો હું જોવ એટલે તારે મારી મજાક ઉડાવવાની કોઈ જરૂર નથી...તે હુકમ કરતા બોલી.


નિરાલી કરુણાનો હાથ પકડીને બોલી બધી છોકરીઓ મિતાંશને છુપાઈ- છુપાઈને જુએ છે.પરંતુ મિતાંશે તું જ્યારે બેહોશ થઈને પડી જતી હતી ત્યારે પોતાના હાથથી પકડી.તને ઉપાડીને 108 માં બેસી તને અહીં ઉપર સુધી તેડીને લાગ્યો છે.

હાલ લોબીમાં આંટાફેરા મારે છે.તારી ચિંતા કરે છે.કંઈક કાળું છે.


જિયા બોલી કંઈક કાળું નથી.આખેઆખી દાળ જ કાળી છે.

કરુણા ગુસ્સો કરતાં બોલી માય ગોડ.તમે બંને નહીં સુધરો.

હું તમને બંનેને અચૂક યાદ રાખવાની બાબત કહી દઉં છું.


કૉમેન્ટ બોક્સમાં લિંક છે.

Read More
epost thumb

.

-VANDE MATARAM

"માનવતાની મહેક", ને

લિંક અહી ન ખુલે તો કૉમેન્ટ પણ કરેલી છે.

vandematram

-VANDE MATARAM