Quotes by DR PATEL in Bitesapp read free

DR PATEL

DR PATEL

@drpatel16474gmailcom


એવું ન માનશો કે તમે સારા થવા મહેનત કરી અને
અમે સાવ સસ્તામાં નઠારા થઈ શક્યા.
એમ કંઈ અંધારેય જીવનને લઈ જવું સહેલું નથી,
ચાર પહોરની મજલ તો એમાય કાપવી પડે છે!!

Read More

આ કોઈ બગીચાનો છોડ નથી પણ એક વગડાઉ વનસ્પતિ છે જેની ખાસિયતો અદભુત છે. આ જાંઝરાને એક પણ પાંદડુ નથી હોતુ, ૠતુમુજબના વરસાદ સિવાય એને કદિ પાણીની જરૂર નથી, અને એની જિજીવિષા એટલી બધી બળવાન છે કે એને જમીની સ્તરથી કાપી નાંખવામાં આવે તો પણ થોડા જ દિવસોમાં એ પાછુ ફુટી નીકળે છે!
એના પર નાનકડા અને અતિ સુંદર લાલ રંગના ફૂલો બેસે છે જે ગમેતેટલા ઉંચા તાપમાનમાં પણ દિવસભર હસતા રહે છે. અને એના પર લાગતા ચણીબોર જેવડા ફળોને ચૂંટીને એમાથી તૈયાર કરવામાં આવતા અથાણાંથી ગરીબમાં ગરીબ પરિવાર પોતાના ખોરાકને આધાર આપી શકે છે કારણ કે એને માટે માત્ર છાશ મીઠું અને હળદર એ ત્રણ ચીજોની જ જરૂર પડે છે!!

Read More

ફૂલોની અઢળક સંપદાથી લથપથ આ ઝાડ પોતાને મળેલી સંપદાથી એટલું બધુ સંતુષ્ટ છે કે એના આપનારની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એ સતત આકાશ તરફ આગળ વધી રહ્યું છે!

Read More

આકાશ પણ સમયે સમયે કેવા અદ્ભુત રૂપ રંગ ધારણ કરીને પોતાના સ્વરૂપને સજાવે છે!!