Quotes by Chahat in Bitesapp read free

Chahat

Chahat

@dkk98061gmail.com2693


गज़ल#

ज़िक्र तेरा महफिलों में हम बता सकते नहीं
तुम हो कोहीनूर सबको तो दिखा सकते नहीं

फूल के जैसे महक उठती हैं रुहें इश्क में
खुश्बु-ऐ एहसास लब्ज़ों से जता सकते नहीं

गर्दिशों से जब सितारे खींच लाता है खुदा
वक्त के बादल कभी उनको छुपा सकते नहीं,

शौक़ से ले ले ज़माना मेरे तख्तोताज़ को
पर मुहब्बत का ये हक मुजसे चुरा सकते नहीं,

सब जिगर रखते नहीं हैं, बेझिझक लुट जाने का
दिल कि ये बाज़ी यूं डर-डर के लगा सकते नहीं,

लौ ये "चाहत" की जलाना है ज़रा मुश्किल मगर,
जल गई जो इक दफा़ तो फिर बुझा सकते नहीं

"चाहत"

Read More

તરહી ગઝલ##

પડી વિજળી કડકતી ને બહુ વરસાદ આવે છે
તમારા પ્રેમ જેવો હૂબહૂ વરસાદ આવે છે

વિરહણી આગ શીતળ જળ બની વરસી રહી આજે
વિના તારા કહે ક્યાંથી સહું વરસાદ આવે છે

હવાનો રુખ ફરી ના જાય, છોડો દિલ્લગી આવી
છે ઋત ભીની ને કોરી હું રહું વરસાદ આવે છે

લહૂની લાલિમા છે આંખમાં ને રક્ત છે આંસુ
વરસતા મેઘ સાથે હું વહું વરસાદ આવે છે

છે મોસમ પ્રેમની જાણે કે બારેમાસ ની વર્ષા
ભલે વરસાદ ના હો હું કહું વરસાદ આવે છે

સમય, દુનિયા, બધાથી થઈ પરે ચલ માણીએ ઋતને
મને તું જો, તને બસ જોઉં હું, વરસાદ આવે છે


"ચાહત"

Read More

ગઝલ##

આ ચંદ્ર જેમ પલળે, નખશિખ ચાંદનીમાં
તૂં ડૂબ મારી માદક આંખોની આશિકીમાં,

અળગું વજૂદ કોઈ આવે ન યાદ જગને
બે રંગ જેમ ઘોળ્યા હો એક પાંખડીમાં,

સ્પર્શો તો જાતને હું, સંકોચતી શરમથી
બીડાય જેમ પર્ણો કોઈ લજામણીમાં,

લખતી રહે કલમ પણ વાતો હવે પ્રણયની
બદલ્યો મિજાજ મારા શબ્દોનો શાયરીમાં,

મહેનત ન કર જમાના, હું ડરથી બેઅસર છું
સુરમો ખુમાર નો મેં આંજ્યો છે આંખડીમાં,

તારું જ નામ વાગે શ્વાસોની વાંસળીમાં
આથી વધુ શું માંગીશ, તું બોલ ખાતરીમાં?

કોરું હૃદય ઝબોળો, "ચાહત"ની ચાસણીમાં
માણ્યો ન પ્રેમ તો શું માણ્યું છે જીંદગીમાં!

ચાહત

Read More

રક્તની જેમ એ ભળી જાશે
રંગ તારો મને ચડી જાશે,

આભ ધરતીની માંગ ભરશે ને
કેસરી સાંજ આ બની જાશે!

ત્યાગની હું મિસાલ છું એવી
કે સમય પણ હવે નમી જાશે,

ઘાવમાં હું ખીલી, કલમ સંગે
શત્રુ એ જોઈ સમસમી જાશે,

આંખ પરબીડિયું જો ખોલે તો
તાગ દિલનો તને મળી જાશે,

જીંદગી નો મિજાજ છે એવો
આપ થોભો તો એ સરી જાશે,

સૂર્ય કોઈ નવો પ્રલય પાછળ,
ઊગશે ને કાં આથમી જાશે!

આપતો હો ખુદા તો આપી દે
સુખની "ચાહત"પછી મરી જાશે.

Read More

ગઝલ# શબ્દની સાધના


વ્યક્ત થાવાનો સંતોષ જ્યારે મળે
શબ્દની સાધના એ ચરણમાં ફળે

વીજની જેમ ચમકી છુપી જાય છે
તું પકડ એ જ પહેલા તને એ છળે

ખોતરીને કલમથી જો કાઢી નહીં
ફાસ તો આ દરદની પછી સળવળે

કલ્પનો ના હલેસા ચલાવીને જો
નાવ શબ્દોની તું જ્યાં કહે ત્યાં વળે

જગથી આ એક અંગત વિસામો છે જ્યાં
બે ઘડી બેસ તો થાક તારો ટળે

કોઇ મેહબૂબ જેવી વફાદાર છે
ભાવ ક્યો છે કે જેને કલમ ના કળે

અક્સ તારું જ ઢોળાય સ્યાહી વડે
એ પ્રતિબિંબ તારું બની ઝળહળે


"ચાહત"

Read More

હું તરબતર પલળુ છતાં શેની તરસ વરસાદમાં?
તારી તલબ છે તું જ આવીને વરસ વરસાદમાં

મદથી છલોછલ આંખનાં જો જામ છલકાશે નહીં
ચાતક હૃદય ની તો પડે ખોટી ધગસ વરસાદમાં

જો એક ધ્રુવ ખેંચે બીજાને, દૂર થઈ શકશે નહીં
થાશો વિવશ દેવા પછી અમને દરસ વરસાદમાં

કોરા હ્દય પર પ્રેમની ભીની ગઝલ કંડારશુ
તો યાદ રહેશે આ ક્ષણો વરસોવરસ વરસાદમાં

મોસમને તો જાણે ચડ્યો છે કૈફ આ રસપાન નો
પાણી ની સાથે આજ ઘોળી છે ચરસ વરસાદમાં

છે પક્ષમાં કુદરત પછી શું ડર જગતનો રાખવો?
પરદો છે જલધારાનો, થઈ જા એકરસ વરસાદમાં


ચાહત

Read More

બની શકતી હતી આતશ છતાં અટકી છે સ્વેચ્છાએ
એ ચિનગારી હજુ અંધારને વળગી છે સ્વેચ્છાએ

વિષૈલી ડાળ જો બાળે તો બળશે વૃક્ષ પણ આખું
દબાવી ને અગન ભીતર સતત સળગી છે સ્વેચ્છાએ

પડે બોજો હૃદયને શ્વાસ નો ત્યાં જીંદગી કેવી?
હયાતી માણવા તાજી હવા ભરવી છે સ્વેચ્છાએ

કરમ જાતે જ એની ગૂઢ વાણી બોલશે એથી
વિચારીને ઘણું એ મૌન માં સરકી છે સ્વેચ્છાએ

સમય નો સાથ ના હો તો હુકમનું પત્તું પણ હારે
સમય પાક્યા પછી બાજી બધી પલટી છે સ્વેચ્છાએ

જવા દો વ્હેણ સાથે નાવ તો એ તટ સુધી પહોંચે
ફસાણી છે વમળમાં કેમકે જકડી છે સ્વેચ્છાએ

ચુકવવાને હિસાબો શેષ એ તત્પર ઘણી લાગી
હશે એવું! સફર આ આખરી કરવી છે સ્વેચ્છાએ

‌ચાહત

Read More

માતૃદિન નિમિત્તે 🙏🙏
ગઝલ#


માં તને જે ક્ષણે ગુમાવી છે
બદનસીબી ગળે લગાડી છે

જે ઘરે સૂર્ય અસ્ત ના થાતો
ત્યાં તમસ કાયમી સમાણી છે

આંચકી ગ્યો સમય એ પાલવને
ટેવ વ્હેલી મને મુકાવી છે

ગોદ રોવા મળી નહીં તારી
આંખ આ ત્યારથી સુકાણી છે

તૂં ગઈ સંગ બાળપણ લઈને
પીઢતા એ મને મઠારી છે

ઘાત પાછી હટી દુઆ સામે
હાજરી આમ તે પુરાવી છે

ભલભલા ઘાવ ને સમય સાંધે
ચોટ મારી હજુયે તાજી છે

છોડ સીંચ્યો તે રકતથી તારા
આજ એ છાંયડી બધાંની છે

શુદ્ધ મમતા એ ના મળે પાછી
પ્રેમમાં ભેળસેળ જાજી છે

મારું અસ્તિત્વ અંશ તારો છે
ના સમજ, તું મને ભુલાણી છે


ચાહત

Read More

#ગઝલ

આંખો માં ઉફાણ લઈને
વીંધે તીખું બાણ લઈને

ધીરજના ભંડાર ખુટે છે
આપી ગ્યા બે દાણ લઈને

ઝીલી રાખી જાત પરાણે
આવ્યા કેવી તાણ લઈને

કડવા જગમાં બાથ ભરે તું
મધની મીઠી ખાણ લઈને

છે કેવો આ પ્રેમ સરળ પણ
આવ્યા સૌ રમખાણ લઈને

છોડી જાજો, એક શરત છે
નિકળો મારા પ્રાણ લઈને

ચાહત

Read More

ખરાખરીનો ખેલ ચાલે છે
મોત પકડે, ને જીવન ભાગે છે
કળ ને બળના વળ ચડી ગયા પણ
તારા કરમ તારાથી બે ડગ આગળ ચાલે છે