Quotes by Rekha Detroja in Bitesapp read free

Rekha Detroja

Rekha Detroja

@dineshdetroja.


ગોરંભાયું નભ, ને ગોરંભાયુ મન,
વ..ર..સ ને ધો.ધ.મા.ર,
પલળી જા..ય ધરા ને,
ત.ર.બો.ળ થઈ જાઉં હું.
♥️🌧️☔⛱️⛱️🌨️🌈🌈

Read More

મૃગજળ ને અમે માની બેઠા રે મીઠું જળ,
નજીક જઈને જોયું તો દેખાયું છળ.
લાગણીઓ લેવા અમે કુરબાન કર્યું જીવન,
ને અટવાઈ ગયા અમે જાળામાં જૂઠના.
🙏જય ગુરુદેવ 🙏

-Rekha Detroja

Read More

ના શોધ મને આજુબાજુ,
આંખોમાં ઝાંક,
ત્યાં જ છે મારું સરનામું. ♥️

વાસંતી વાયરા ને ફાગણના ફાગ,
કેસુડે ફેલાવી જોને પ્રેમની પમરાટ.
ઝંખું હું સાથ તારો, ફાગણ શો દિન મારો,
ને રાત આખી મઘમઘે, જોને પૂનમ થઇ જાય.
અંગે તે અંગમાં મ્હારા મોહંરે તે ફાગણ,
ને કેસુડો કામણ કરી જાય.
#Falgun

Read More

વાસંતી વાયરા ને ફાગણના ફાગ,
કેસુડે રેલાવી જોને પ્રેમની પમરાટ.
ઝંખું હું સાથ તારો,, ફાગણ શો દિન મારો,
રાત આખી મઘમઘે, જોને પૂનમ થઇ જાય.
અંગે તે અંગમાં મ્હારા મોહંરે તે ફાગણ,
ને કેસુડો કામણ કરી જાય.

Read More

મને મારું એકાંત બહુ વ્હાલું છે,
કારણકે, ત્યાં માત્ર ને માત્ર,
મહત્વ મારું જ છે.
🙏જય ગુરુદેવ 🙏

ક્યારેક, ક્યારેક કુદરતનો સાથ મનના ખળ ભળાહટ ને શાંત કરી દેતો હોય છે.

એક સૂકું પર્ણ ખરી પડ્યું,
ડાળ પરથી,
કુંપળને હાશ થઈ,
જોને, હ....વે જગ્યા થઈ.
🙏જય ગુરુદેવ 🙏

-Rekha Detroja

તારી એક સાંજ મને ઉધારે આપ,
ખોળામાં તારા જીવી લઉં જિંદગી,
એવું લથબથતું,
વ્હાલ મને આપ.
મોલ -મહેલાતો ની મારી માંગણી નથી,
તારી લાખો રૂપિયાની થોડી
લાગણી તો આપ.
તારી એક સાંજ મને ઉધારે આપ,
❤️❤️

-Rekha Detroja

Read More