The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
You can’t be anything you want. But you can be everything you are.
Passion + Expertise + Usefulness = Dharma
ન એક થયા ન અલગ થયા બસ, લાગણી થકી એકમેક માં ઓતપ્રોત રહ્યા. #અસ્પષ્ટતા સ્પર્શી લઉ છુ તારા અહેસાસને બંધ આંખોએ પણ.. તને મહેસૂસ કરવા તું સામે હોય એ જરૂરી તો નથી...
લક્ષ્મીનાં પગલાં નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે, ટિપિકલ ગામડાં ગામનો... આ નક્કી માર્કેટિંગવાળો હશે, એવો જ હતો પણ બોલવામાં... સહેજ ગામડાની બોલી હતી, પણ એકદમ કોન્ફિડન્ટ. ચપ્પલ દુકાનદારનું પહેલાં તો ધ્યાન પગ આગળ જ જાય ? એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા... દુકાનદાર:- "શું મદદ કરું આપને ?" છોકરો:- "મારી માં માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો..." દુકાનદાર:- "એમના પગનું માપ ?" છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા. દુકાનદાર:- "અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત...!" એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :- "શેનું માપ આપું સાહેબ ? મારી માં એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી. કાંટામાં કયાંય પણ જાતી. વગર ચપ્પલે ઢોર હમાલી અને મહેનત કરી મને ભણાવ્યો. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામડે જાઉં છું. 'માં' માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ સતાવતો... મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ. દુકાનદારે સારાં અને ટકાઉ ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂપિયાના છે, છોકરાએ કીધું ચાલશે... દુકાનદાર:- "ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો ? ચપ્પલ મોંઘા નહિ પડે ?" છોકરો :- "હમણાં તો બાર હજાર છે, રહેવાનું,ખાવાનું થઈને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ..." દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો. મોંઘું શું ? એ ચપ્પલની કોઈ કિંમત થાય એમજ નોહતી... પણ દુકાનદારના મનમાં શું આવ્યું કોને ખબર, છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રેહવાનું કહ્યુ... દુકાનદારે બીજું એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય, તો બીજા વાપરવાના. તારી માં ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની..." દુકાનદાર અને એ છોકરાના એમ બન્નેની આંખોમાં પાણી ભરાય ગયા. દુકાનદાર :- "શું નામ છે તારી મા નું ?" છોકરો લક્ષ્મી એટલુંજ બોલ્યો. દુકાનદાર તરત જ બોલ્યો, "મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને. અને એક વસ્તુ આપીશ મને ? પગલાં દોરેલો પેલો કાગળ જોઇયે છે મને." એ છોકરો પેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. ગડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો... દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાનદારની દીકરીએ જોયો અને પૂછ્યું :- "બાપુજી આ શું છે...?" દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને બોલ્યો :- "લક્ષ્મી નાં પગલાં છે બેટા... એક સાચા ભક્તે દોરેલા છે... આનાથી બરકત મળે ધંધામાં... દીકરીએ અને દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Man can only choose if he is free. To be free is latent in the meaning of choice. Once we have the right to choose to be free,we can pick and choose whatever we like. This freedom is not political, social or cultural; rather, it is above all these, This is the natural #freedom .
એક વખત જરૂર વાંચો સત્ય ઘટના..... થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે... ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ... અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે. "મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખાઇશ ? છોકરાને શું ખવડાવીશ ?"... તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે.. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)... જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!! કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે... શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!! खबर नहीं है पल की....!! और... बात करत है कल की...!! ?ધર્મ કોઈ પણ હોય સાથે તો પાંચ આઁગળીયે કરેલા પુન્ય જ આવશે.?
Ganpati Bappa Moriya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser