Quotes by Dilip Chavda in Bitesapp read free

Dilip Chavda

Dilip Chavda

@dilipchavda3549


આંખોથી ઉન્માદ કરું છું,
મનગમતો સંવાદ કરું છું.

એકલતાના દ્વારે જઇને,
ખખડાવાનો નાદ કરું છું.

આંખોમાં ચાતક બેસાડી,
ફોરાનો વરસાદ કરું છું.

રાતોને માંડીને વાતો,
તારા જાવન બાદ કરું છું.

ગમગીનીના સરવાળાને,
ગઝલોથી હું બાદ કરું છું.

- - દિલીપ ચાવડા (દિલુ) સુરત

Read More

લગાગા લગાગા લગાગા લગા

મદિરા ની મજલિસ તો નાકાર છે.
હશે જામ તારો તો સ્વીકાર છે.

નથી તારો દુશ્મન જગતમાં બીજો,
ખરો શત્રુ તારો અહંકાર છે.

થતી વાત સંસ્કારની જ્યારે પણ,
વડીલોને મારા નમસ્કાર છે.

ખરી જો હશે વાત મારી બધી,
મને ક્યાં જૂઠાણાની દરકાર છે.

ભલે હોય તન પર નવા આભરણ,
નજાકત વગર રૂપ બેકાર છે.

--દિલીપ ચાવડા (દિલુ)

Read More

બેવફાઈ મારનારી હોય છે,
લાગણીઓ ની શિકારી હોય છે.

વાસ ફૂલોનો હ્રદયમાં ક્યાં હવે?
લોક હૈયે તો કટારી હોય છે.

જાય છે હારી હવે ખંજર ધરાર,
શબ્દની જ્યાં જ્યાં સવારી હોય છે.

જાણીને સાગર અચંબો પામશે,
જિંદગી એથીય ખારી હોય છે.

શાંત પાણીએ ડૂબાડ્યો છો ભલે,
પણ ગઝલ ત્યાં તારનારી હોય છે.

--- દિલીપ ચાવડા (દિલુ)

Read More