Quotes by Dhaval Patel in Bitesapp read free

Dhaval Patel

Dhaval Patel

@dhaval3690


મૌન મારું છપાય એટલું છે.
ઈતિહાસે સમાય એટલું છે.

ખોબલામાં રૂપરડી ક્યાંથી જડે?
ભાગ્ય પથરા ભરાય એટલું છે!

છે મુલાયમ મુકામ શર્મ ભર્યો,
કર્મ ખંજર ઘવાય એટલું છે.

ઢોલકીના તરંગ લુપ્ત થયા,
દુઃખ સ્વર્ગે દઝાય એટલું છે.

શ્વાસ માંડે ચલક ચલાણુ સતત,
ઝેર જગને મરાય એટલું છે.

Read More

તારા મારા મિલનનો એજ કિનારો હતો..કદાચ એટલેજ ત્યાં સરિતાનો પ્રવાહ..દરિયાથી પણ ખારો હતો...

સાપનું જો ઝેર હો તો ઉતરે !
આદમી ડંસી ગયો આવી મને..

અંધારું પણ ઝળહળી ઉઠે, જયારે તુ મારી
સંગ હોય,...........

બાકી તારા વિના તો મેઘધનુષ પણ જાણે
બેરંગ હોય..

ભીતરમાં ભરેલા ઊંડાણ વાંચો...

શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે.

સહુના મેં કર્યા સરવાળા,
બસ ખુદને જ ગણ્યો નહી...

અને દુનિયા મને કહે છે,
કે તું બરાબર ભણ્યો નહીં.

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.

કર્યા વિના બસ હા, જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.

દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.

બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.

મઝા મળીતી જે સ્વપ્ન જોઈ
પ્રભુ એ સપનું ફરી બતાવો....

સરળ છે જીવન કહો છો ઈશ્વર
બની ને માણસ જીવી બતાવો...

Read More

વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો પાપણોને વહેતી કરી દીધી.

*બક્ષીનામા- ચંદ્રકાંત બક્ષી.*

"મારી ઈમાનદારીને કારણે
મારું મન વિપરીત સ્થિતિમાં પણ શાંત રહી શકતું હોય,
હું ખડખડાટ હસી શકતો હોઉં અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં,
મને ભૂખ અને થાક અને પ્યાસ લાગી શકતાં હોય,
મહારોગ કે દેવું ન હોય,
મારું પોતાનું એક ઘર હોય અને એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ-રોટી ખાઈ શકતો હોઉં,
રવિવારની સાંજ મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે હસીખુશીથી વિતાવી શકતો હોઉં તો
થૅંક યૂ, ગૉડ...

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી

Read More