Quotes by Dharmendrasinh sarvaiya in Bitesapp read free

Dharmendrasinh sarvaiya

Dharmendrasinh sarvaiya

@dharmendrasinhsarvaiya9459


મળે મિત્રો તમારા જેવા તો,
બે ઘડી મોજથી જીવવાનું છે..
બાકી તો એકલા આવ્યા છીએ,
ને અંતે એકલા જ જવાનું છે...

કહી દો રસ્તા પરના પથ્થરો ને,
હવે ના ઠોકર ખાઈ પડવાનું છે..
જે અશક્ય છે આ દુનિયા માટે,
એ જ તો હવે કરી બતાવવાનું છે...

જેવા કર્મો કરશો તમે જીવનમાં અહીં,
તમને એવો જ તો ફળ મળવાનું છે...
નક્કી કરી લો હવે કે ના હાર માનવી છે,
બાકી તો રોજ અહીં તમને જીતવાનું છે...

Read More

પથીક તું ચેતજે,
પથના સહારા પણ દગો દેશે;
ધરીને રૂપ મંઝિલનું,
ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો,
નહીં વિશ્વાસ હું લાવું;
અમારાના અનુભવ છે,
તમારા પણ દગો દેશે.
હું જાણું છું છતાં,
નિશદિન લૂંટાવા જાઉં છું ’નાઝિર’
શિકાયત ક્યાં રહી કે,
આ લૂંટારા પણ દગો દેશે.

✍ નાઝીર દેખૈયા

Read More

1999 Kargil Indo Pok War Real Hero Param Vir Chakra Thi Sanmanit Ye Dil Mange More
Happy Birthday ?

કસુંબીનો રંગ....
.
.
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

Read More

આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે "બારેય મેઘ ખાંગા થયા"

પણ કોઈને ખબર નથી "બાર મેઘ" શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

૧. ફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

૨. છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ

૩. ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

૪. કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

૫. પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવાધાર
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

૭. મોલમેહ
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

૮. અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

૯. મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

૧૦. ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

૧૧. પાણ મેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

૧૨. હેલી
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

Read More