Quotes by Dhara Rathod in Bitesapp read free

Dhara Rathod

Dhara Rathod

@dhararathod192402


સાચુ કઉ મને ચા નથી ભાવતી
આમ કોઇ વેર નથી ચા જોડે
પણ બસ નથી ભાવતી

પણ તારી સાથે તો
ચા ની ચાહ મા હુ
તૈયાર છુ ડુબવા

ખુબ સરળ છે આ ચા અને તારી ચાહ
પ્રેમ થાય ને તો બધુ સહેલુ છે
આકર્ષણ મા ફક્ત અઘરી છે પ્રિત મારા વાલા
# Rahi

Read More

સાચુ કઉ મને ચા નથી ભાવતી
આમ કોઇ વેર નથી ચા જોડે
પણ બસ નથી ભાવતી

પણ તારી સાથે તો
ચા ની ચાહ મા હુ
તૈયાર છુ ડુબવા
# Rahi

Read More

# Rahi

પ્રિત નો હર અવસર મારે જિવવો છે
તારી પ્રિત મા મારે જીવવું છે
તમને આખ ભરી ને જોવા છે
મારે સોળે કળા એ થી ખિલવુ છે

તારી ચા સાથે લાંબી ચર્ચા અને
ચર્ચા મા પ્રિત મહેસુસ કરવી છે
મારા ગુસ્સા પર તારુ સ્મિત અને
ઍ સ્મિત થી સાથે મારી પ્રિત

તારી સાથે ની પ્રિત નો હર અવસર જિવવો છે
મારે સોળે કળાએ ખીલી ને જીવવુ છે

# Rahi

Read More

મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ!
#Rahi

કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!
તું મારી જિંદગીમાં કોઈ ને કોઈ બહાને આવ!

મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ!
તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!

બની જા ગીતનો લય કે ગઝલનો કોઈ મિસરો થા!
મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને-પાને આવ!

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,
જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ!



#Rahi

Read More

મતલબ ના સબંધો મા થઈ વિવેકી દુનિયા આખી
ના જોયુ પિતાનું વાત્સલ્ય ના જોઈ મા ની મમતા

દેખાણી જુઠા પ્રેમ ની મીઠાસ ;જે હતી 2 ઘડી નો સાથ
ભાઈ નો ઠપકો ને બેન નો વાલ ; જીવન નો સાથ વિસરાયો ક્યાક

વિવેક નુ આવરણ ઓઢી સત્ય મુકે બગલ મા
જુઠાણા મા રહેતો થયો ; ભૂલ્યો ખુદ ની પહેચાન

શુ હતો ને શુ થઈ ગયો; ના જોઇ શક્યો ખુદ ને
રામ હતો જે માનવી; તે રાવણ પણ ના થઇ શક્યો

મુંગા ને મારી ને કમાય; ક્યાં ખાડો લાલચ નો બુરાય
વિવેક થી હત્યા કરે ; આત્મા ના લાજે કદી એની


#RAHI
#વિવેકી

Read More

થઈ તારી ને મારી પ્રીત ની શરૂઆત
પાનખર મા વસંત નો થયો અહેસાસ
કુદરત ની એક અનોખી દુનિયા નો અહેસાસ
હમેશાં ચાલતી રહે આ પ્રિત ની શરૂઆત
#શરૂઆત

Read More

અંધારા મા પણ જો માણસ ને પ્રકાશ નુ એક કિરણ દેખાય તો ઍ અજવાળા તરફ વળે છે આ લોક્ડાઉન મા પણ દરેક માણસ બીજા માણસ પર ઍ પ્રકાશ ના કિરણ ની જેમ વિશ્વાસ કરે છે
ઘર મા રહો
સેફ રહો
બાહર બીજા માણસો ને ના અડો
#પ્રકાશ

Read More