Quotes by Kunal Thakar in Bitesapp read free

Kunal Thakar

Kunal Thakar

@designagency122725


*આવે ભલે હરામી ઓ તણું નું જવાન પાળ,*
*એક લાઠી લઇ ને બેઠો છું હું હિંદ નો ગોવાળ!*

*માય કાંગલા ભલે ને રચતાં જવાન સો જાળ,*
સો એ સો માં સોંસરવો છું હું હિંદ નો ગોવાળ!

રાણો, શિવાજી જન્મ્યાં એ ભુમી નો બાળ,
તલવાર ની ધારે વેતરીશ હું હિંદ નો ગોવાળ!

મળશે નહીં ખુટલોં ની ગોતતાં જવાન ભાળ,
અન્ન, પાણી વગર મારીશ હું હિંદ નો ગોવાળ!

ચારું ભલે ગાયો,બનું અનેક કાફિરો તણો કાળ,
સાવજ સરીખી ડણકું ભરું હું હિંદ નો ગોવાળ!

Read More

પ્રૂથ્વી પર અને સાગર માં જેટલા તીર્થ નથી,
એ તમામ તીર્થ દિકરી ના જમણાં પગ માં હૉય છે..

મારા અક્ષર સાથે તારો અક્ષર ભળ્યોને
બન્યો એક મૂળાક્ષર ..!!

અનપઢ બની રહી ગય બધી લાગણી ને
જમાનો થઇ ગયો સાક્ષર. .!!

Read More

તું નૂર માં બેહિસાબ છે તો હું શબ્દો માં લાજવાબ છું.

તું તાજી ખીલેલી કળી તો હું વર્ષો જૂની શરાબ છું...

વરસાદ માં તારી યાદ આવી જ જાય
તને વરસાદ પસંદ છે મને વરસાદ માં તું..

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી...

લીપટાઈ જવું છે એ પ્રેમની ચાદરમાં 

જ્યા સંગમ અનેરો હોય અને શ્વાસ એક હોય

કાગળ ન ભીંજાય એનો અર્થ એ તો નથી કે...
ચીતરેલી નદીમાં પાણી નથી...

સજા એ છે કે બંજર જમીન છું હું,

ને જુર્મ એ છે કે વરસાદ થી પ્રેમ કર્યો છે મેં...

કંઇજ નથી થતુ ધારેલું, જીવન છે જ અણધારેલું..

આમ તો આકાશ આખું સારું છે પરંતુ,
મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે..

Read More