Quotes by Deep Ghoniya in Bitesapp read free

Deep Ghoniya

Deep Ghoniya

@deep.ghoniya.chgmail.com8260


પૂર્ણત્વ એટલે કૃષ્ણ.

(બસ!)

#પૂર્ણ

મોંઢે થી બોલેલ મસ્તી નથી,
ભટકતા દિલ ની વાત સસ્તી નથી,

શું કરું જ્યારે થી જોઈ છે તને,
તું મગજ માંથી ખસ્તી નથી.

#ભટકવું

Read More

દરેક શબ્દે શાયરી માં તારા સંબંધ ની આહ નીકળે,

ફરમાવું મહેફીલ માં અને મહેફીલ માંથી વાહ નીકળે.

#સંબંધ

આથમતી ઓજસ રાત પણ,
સૂર્ય નો પિતંબરી ઉદય ઝંખે છે,

એકલો અટૂલો વ્યક્તિ પણ,
પ્રેમાળ હદય ઝંખે છે.

#ઉદય

એને તો એમ જ હતું,
હું સાથે ફરું છું અમસ્તો,

કહેવામાં મોડું થયું ત્યાં તો,
બદલાઈ ગયા એનો રસ્તો,

કોઈ નો દોષ દઈ,
હવે શું પાડું આસુ!,

જ્યારે આપડા જ ભાગ્યમાં ન હતું,
આ પ્રેમ નામ નું પાસુ.

#પાસું

Read More

પ્રકૃતિ સોહામણું સર્જન,
મન ભાવત છે ચોરે ચિત,

પશુ–પંખી સૌ સાથે દેખીત,
મન બધા ના અલગ છે લેખિત,

કોઈનું છે સીધું સંરેખિત ,
તો કોઈનું આડકતરું અરેખિત.

#સંરેખિત

Read More

માં એ મને મેળવી એનું રૂપ ખોયુંતું,

પ્રેમ આજ છે સાહેબ! એણે ક્યાં મારું મુખ જોયુતુ.

હદય માં અંગર અને મોંઢે નકાબ હોય છે,

દુનિયા માં થોડા થોડા સૌ ખરાબ હોય છે.

બધા ને સ્વાર્થ માં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે.

પ્રેમ પ્રેમ સૌ ની અલગ એક–એક કહાની,
તને તારી વ્હાલી ને મારી સૌથી બેગાની,

આ પ્રેમે તો કરી બતાવ્યા ઘણા રાજા ને રંક,
છતાં હાલ સુધી ઉતર્યો નથી આ પ્રેમ નામનો રંગ,

એની આંખ, એનું કાજલ,એની અદા ની વાત કરતા એકાદ બન્યો પ્રેમી,
અલક મલક વાત આ પ્રેમની ને બાકી સૌ છે વ્હેમી,

આ પ્રેમ રોગે કેટલાય ને બનાવી દીધા કવિ ને કેટલાય ને બતાવી દીધો એનો રસ્તો,
એ માણસ પણ ગાતો થઈ ગયો જે જીવતો હતો અમસ્તો,

જેને મળ્યો એને કદર નથી અને ન મળનાર બેહાલ,
પ્રેમ એક શરાબ છે સાહેબ તમે દૂર રહેજો હાલ.

Read More