Quotes by The Hemaksh Pandya in Bitesapp read free

The Hemaksh Pandya

The Hemaksh Pandya Matrubharti Verified

@dearrashu0112gmail.com221202
(3.1k)

હું છું ને તારી સાથે…

તુ ત્યાં  ને હું અહીંયા,
અંતર મીટરથી નહીં, દિલથી માપું છું,
તારા ઘરના તને હેરાન કરે છે,
મારા મને મેણા મારે —,
તે બધું સહન કરાવવા તને સંભાળું છું…
હું છું ને તારી સાથે....

તારી ખુશીમાં હસતાં હસતાં,
મારા આંસુ પણ છુપાઈ જાય છે,
તારા દરેક સપનાને પૂરું કરવાનું,
મારું પોતાનું સપનું બની જાય છે…
હું છું ને તારી સાથે…

તુ થાકીને ચુપ રહી જાય,
તો શબ્દોનું ભાર હું સહું છું,
તારી નિરાશાની રાતોમાં
મારી આશાની દીવો વહું છું…
હું છું ને તારી સાથે…

પવન તોફાની બનતો હોય,
તો તારું હથ ધરાવી રાખું છું,
જીવનના રણમાં તરસ લાગી જાય,
તો મારી આશાથી તને ભીંજવી રાખું છું…
હું છું ને તારી સાથે…

તુ જીતે કે હારે,
મારે માટે તું હંમેશા અદ્વિતીય છે,
કારણ કે મારો પ્રેમ શબ્દોમાં નહીં,
પણ તારા અસ્તિત્વમાં જીવે છે…
હું છું ને તારી સાથે…

#The_Hemaks_Pandya

Read More

તું લે કૉફીનો કપ અને હું લઉં રકાબી,
પૂછ્યું'તું અમસ્તું પણ તું છે હાજર જવાબી.

તું લે કૉફીની ચુસ્કી ને હું ભરું સબળકો,
બધાને લાગે કે આપણે છીએ નવાબી!

જમાવીને બેસી ગયા મહેફિલ મજાની,
પણ એમ ક્યાં આપણે છીએ શરાબી!

આમ, પસંદ તો છે તારી ને મારી સરખી,
તો સાથે કૉફી પીવામાં શું છે ખરાબી..!!!

@The_HemAks_Pandya

Read More

સ્વપ્ન સુંદરી....!!!

કાજળ ભર્યા નયનને , કેડે કંદોરો શોભે છે....
નિઃસ્વાર્થ પ્રેમની દેવી રાધાજી સાક્ષાત એનામાં વસે છે.....
કોયલથી યે મીઠો ટહુકો, તેના સ્વર પેટીમાં દીઠો છે....
હેમુ કે વાંદરી નામ અનેક પણ તું એક જ છે મારી સ્વપ્ન સુંદરી....!!!!

પગમાં કાળો દોરો જાણે, રક્ષામંત્રની કવચ છે જાણે
ચહેરા પરનું પ્યારું સ્મિત, અથાગ અપાર સુખ પમાડે,
પરિવાર કાજ લડી લેતી, મારી સંગે મારા માટે જ બાથભીડી લેતી,
રશુ કે વાંદરી નામ અનેક પણ તું એક જ છે મારી સ્વપ્ન સુંદરી....!!!

ગુલાબી ગાલ પર કાળી ફ્રેમ કેરા ચશ્માં,
કેશની કમાલ પણ જો એક લટ તેની બાથમાં,
તેના જોબનની જુવાની હરેક ક્ષણ ઉભરાતી,
રાધેની કૃષ્ણા જોને મારી સ્વપ્ન સુંદરી.....!!!


@The_HemAks_Pandya
@Radhe_Krushna

#HemAks_Pandya

Read More

જિદંગી એટલે રશું તુ અને હું..

અજાણ્યા પછી જાણ્યા, પછી થોડા જ સમય માં એક થયા.

જિદંગી એટલે રશું તુ અને હું..

હું દુનિયાભરનો ગુસ્સો ઠાલવીને બેફીકર કહી દવ તને,
જા! હવે થી હુ બોલીશ જ નહી તારી સાથે અને
બે જ મિનિટ પછી તને હલબલાવી ને કહું તને,
સાભંળે છે ....
અને તુ બસ મને જોઇને હસવા લાગે...


જિદંગી એટલે રશું તુ અને હું..

મારી રોજ બસ એક જ ફરિયાદ તુ તો મને સમજતી જ નથી ...
અને મને ચુપ જોઇને તુ તરત જ કહી દે
ચલ જલદી તારી બક્બક કેસેટ ચાલુ કરી દે,
શુ થયુ છે આજે??


જિદંગી એટલે રશું તુ અને હું..

બસ આ જ તો છે જિદંગી...

જિદંગી એટલે બસ રશું તુ અને હુ..

#HemAks_Pandya

Read More

માણસનો જ શું વાંક કાઢો છો સાહેબ,

પાકીટ પણ પૈસાથી ફૂલી જાય છે...

#The_HemAks_Pandya

એક પ્રેમપત્ર લખવો છે તને ,

એ પણ તારી જ કમર પર કાગળ રાખીને !!

#The_HemAks_Pandya

વિરહની વેદનાએ ભારે કરી......

વિરહની વેદના એ ભારે કરી,
તારી મારી દુવિધાઓ વધારી...
હું છું શબ્દ ને તું મારી શાયરી,
બની ગઈ છે રશું તું dear ડાયરી..

વિરહની વેદના એ ભારે કરી,
તડપતા હૈયાને વિહોણા કરી...
શમણાંની સાંજે સથવારો કરો,
એક છે રાધા એક છે કાન્હો...

વિરહની વેદના એ ભારે કરી,
તું શોધે મને ત્યાં ને હું શોધું અહીં,
યાદોના વમળમાં અટવાયા બંને,
મળીશું ફરી થોડા સમય પછી બંને...

વિરહની વેદના એ ભારે કરી,
તોયે પ્રેમની જ્યોત છે અનેરી,
વાલમ તું જ વિના ચાલે ના એક પણ ક્ષણ,
ચાલને પાછા મળીને માણી લઈએ વીતેલી ક્ષણ..

વિરહની વેદના એ ભારે કરી,
એક જોગણ ને એક જોગી,
તડકો નથી તોયે દઝાય છે ઘણું,
તારી એક ઝલક જોવા મળે તોયે ઘણું....

વિરહની વેદના એ ભારે કરી,
અશ્રુની ધારા વહે ઘડી-ઘડી,
તું જ હાસ્યને પામવા ચાહું સદા,
તું ખુશ તો હું ખુશ છું સદા...

વિરહની વેદના એ ભારે કરી,
તારા સ્પર્શની યાદ આવે છે પ્યારી,
જીવન જીવીશ તારી સાથે એ વચન,
તને ખુશ રાખીશ ઈશ્વરના કસમ......

વિરહની વેદના એ ભારે કરી.......

#The_HemAks_Pandya

Read More

મારા હોવા છતાં......

મારા હોવા છતાં, તું દુઃખી હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તારી આંખોમાં આંસુ હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું માયુસ હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તને ગુસ્સો આવતો હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું વિચારોમાં હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું રડમસ હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું ડર અનુભવતી હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તારા ચહેરા પર સ્મિત ના હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું ગભરામણ અનુભવતી હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તારું મન અસ્થિર હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું ગમગીન હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તને થાક લાગતો હોય
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં, તું મને કહી ના શકે
તો મારી હાજરી શુ કામની...??

મારા હોવા છતાં.........!!!!

#The_Hemaksh_Pandya

Read More

હું છું ને તારી સાથે...
તો શા માટે ઉદાસ રહે છે,
આજે મેં અખૂટ છતાં,
સાવ લાચાર દરિયો જોયો છે.
વહેવાની ઈચ્છા છતાં,
કિનારેથી પાછો વળતાં જોયો છે.

કોઈ સાથ આપે કે ના આપે,
હું છું ને તારી સાથે...

દુઃખમાં હું આગળ આવીશ અને
ભલે, ખુશીમાં મને તું છેલ્લો વિકલ્પ રાખજે.
તારી આંખો ઘણું બધું કહી જાય છે,
તારો ચહેરો બધું છુપાવી જાય છે.
જ્યારે કોઈ કહી દેને કે
હું છું ને તારી સાથે
ત્યારે જીવન જીવવાની
મજા જ અલગ આવે છે...

તારા આ માસૂમ ચહેરા પર
બે જ વસ્તુ સારી લાગે છે
એક તારી Smile 😍
અને બીજું તારી આંખોની અદા 🤓
મારા જીવનમાં જ્યારથી તું આવી
અને કહે છે ને કે
હું છું ને તારી સાથે...
તે પહેલાથી જ ગમવા લાગી છે મને,
તું અને તારી વાતો....
અને મુલાકાતો પછી થયો છે
તારી સાથે અનેરો નાતો....
હવે,
વાતો કરવાનું મન થાય છે અને
તારી અદાને જોવાનું મન થાય છે
તારા હ્યદયમાં હું સમાયો છું
અને મારા હ્યદયમાં તું
એટલે જ આજે મારુ હ્યદય
તને યાદ કરીને કહે છે કે,
હું છું ને તારી સાથે...

ઘણો પ્રયત્ન કરું છું કે
તારા વિશે લખતા શીખું,
પણ શું કરું લાગણીઓને
શબ્દોમાં કહેતા આવડતી જ નથી
જેની તને ખબર જ છે.....
આંખોથી તું વાંચીને સમજી જાય છે કે
હું છું ને તારી સાથે...
એજ મારા માટે ઘણું છે...

Dear, plz remind this,
I am always with you
Any where any how
Forever and ever and ever.
Be happy, Smile plz...

#The_Hemaksh_Pandya

Read More