Quotes by Devang Dave in Bitesapp read free

Devang Dave

Devang Dave Matrubharti Verified

@davedevang2004gmailc
(1.6k)

કન્ટેન્ટ આપી ને ય પૈસા આપવાના???

-Devang Dave

શબ્દોની ચાલાકી બહું કરી લીધી
હાલ હવે, મૌન ને પણ અજમાવી લે
#ચાલાકી

બહુવિધ પથ પર ચાલ્યો
અંતે તો તારાં સુધી જ આવ્યો!
#બહુવિધ

શાંત સરળ સૌમ્ય સમજ્યા સૌ
પાર્થસુ પ્રચંડ પ્રરાક્રમ ચમક્યા સૌ...!
#પ્રચંડ

આ ય નવરાશ ની વાત કે સ્વંતત્રતા દિવસ પર બીજા જ શબ્દ આપે ને અહીં પણ લોકો એના પર હોંશે હોંશે લખે...
#નવરાશ

Read More

ગીત મારાં એમ જ પ્રખ્યાત છે,
હોઠ તારાં ગાતાં એ જ વાત છે!
#હોઠ

દયા તારી એમ જ રહે
ખોબો ધર્યોને ખુશી મળે
#દયા

https://www.matrubharti.com/novels/4988/shikaar-by-devang-dave
મિત્રો,
બહું ઝાઝું નથી કહેવું , પણ એક અનિયમિત લેખકને જે રીતે તમે નિભાવ્યો એ બદલ ખુબ ખુબ આભાર...
2016 માં શરૂઆત કરેલી આ નવલકથા હવે એના ઉતરાર્ધમાં ( એ પણ ઘણી આગળ વધી ચૂકી છે) પહોંચી ચૂકી છે , હા હજી કેટલા હપ્તા આગળ આવશે એ મને ય ખબર નથી પરંતુ એક રીતે અંત વિચારેલો છે કદાચ બાકી આગળના હપ્તા માં શું થશે એ બાબતે હું ય કોરો જ છું આમ જ આજે 42મું પ્રકરણ પણ લખીશ પણ તમને મજા આવી હોય તો મને આનંદ છે પણ મને તો મજા આવી જ છે... ....
સાચે જ... હકિકત માં આ જ વિશેષતા છે શિકાર ની
કેટલીક મારી વાત આજે કરી લઉં તો આ નવલકથા માં વાત અરબોપતિની કે કરોડ પતિની છે પણ આ લખવાની શરૂ થઈ એ વખતે હું આર્થિક સંકટમાં હતો,
હજુ ય ખરો જો કે , પણ કેટલાક વાચકો ના લીધે જ આ વાર્તા અહીં સુધી પહોંચી છે અને હવે " શિકાર " મારી એસેટ કરતાં મારી જવાબદારી છે એટલે એ પુરી તો થશે જ અને રસપ્રદ રીતે પુરી થશે એ મારૂં વચન છે...
એવું નથી કે, હું કોઈ ઉત્તમ લેખક છું , કદાચ ! સામાન્ય શ્રેણીમાં પણ ન આવું ... પણ તમે વાચકો એ જે રીતે વાંચ્યો સહ્યો એ માટે ખૂબ ખૂબ આભાર સૌ નો ...
શિકાર ના ધણા પ્રકરણ લોકડાઉનમાં લખાયા છે તો બાકીના AMTSની મુસાફરી દરમ્યાન લખાયા છે... બધાં જ પ્રકરણ મોબાઇલ પર જ લખેલા છે એટલે મારી ભૂલો સાથે મને જે રીતે સ્વિકાર્યો છે એ બદલ ખુબ ખુબ આભાર ...
#શિકાર #લેખકના_બાઇટ્સ

Read More

मजाक सा बना लिया हे यहाँ सब को
प्रतियोगिता के नाम लगा रखा है सबको...
😁😜😁
#ઠઠ્ઠો

સમય નામે રત્ન ઘસાતો ગયો
ચમક જીવનને આપવા અર્થે
બસ હવે પ્રકાશ જો તારો મળે
સ્વયં દેવાંગ તો ઝળહળી જશે..!
#રત્ન

Read More