Quotes by Dave Anand in Bitesapp read free

Dave Anand

Dave Anand

@daveanand2001gmailco


*ટુંકી વાતૉ*

ટ્રીન ટ્રીન ફોન ની રીંગ વાગી, રસોડામાં થી કવિતા આવી ને ફોન ઉપાડે એ પહેલા તો ધારા એ ફોન ઉપાડી લીધો, અને બોલી."પપ્પા તમે કેટલા વાગે આવશો?" સામે છેડે વિવેકભાઇ પોતાની લાડકી ઢીંગલી નો અવાજ સાંભળી ઓફીસનો બધો થાક ઉતરી ગયો. અને બોલ્યા આજે તો હું વહેલો આવી જઇશ. આજે આપડે તારા ફુઆ ને લેવા જવા નું છે.

ધારા ને વિવેક અને કવિતાએ ખુબજ પ્રેમ થી ઉછેરી હતી. સાત વષૅ ની ધારા પોતાના તોફાનો અને કાલી કાલી ભાષામાં વાતો કરવા ને લીધે આખી સોસાયટી ની લાડકી હતી.

સાંજે બધા ફુઆને લઇ ઘરે આવ્યા.બીજા દિવસ બધું Rutin પ્રમાણે ચાલતુ હતુ. ધારા બપોરે સ્કુલેથી ઘરે આવી મમ્મી જમાવા નુ મુકી ને કંઇ કામે બહાર ગઇ હતી. ઘારા જમવા નુ પતાવી લેસન કરવા બેઠી એને જોઇ ફુઆ બોલ્યા બેટા હું લેશન કરાવુ? ધારા કંઇ કહે એ પહેલા એની પાસે બેસી ગયા. અને લેશન કરાવતા કરાવતા. તે ધારા ના શરીર ને સ્પશૅ કરવા નો એક પણ મોકો જતો નોહતા કરતા..સાત વષૅ ની ઢીંગલી જેવી ધારા આ બધું થોડું અજુગતુ લાગ્યું, પણ તે કંઇ બોલી નઇ.

બીજા દિવસે શાળામા તેના વગૅ શિક્ષક ભણાવતા હતા. પણ ધારા નુ મન ભણવા મા નોહતુ, એ વાત નુ નિરીક્ષણ તેના વગૅ શિક્ષકે કર્યુ,
રિસેસ પડતા એમને ધારા ને બોલાવી અને પુછ્યું. ત્યારે તેને બધી વાત કરી. વાત સાંભળી તરત જ એમને ફોન કરી તેના માતા પિતા ને બોલાવી લીધા. અને તેમને બધી વાત કરી.

આગળ શું????????

પોતાના કહેવાતા વ્યક્તિઓથી જ થતા શોષણ માટે કોણ જવાબદાર? આપણા સભ્ય કહેવાતા સમાજમાં આવા ઘણા કિસ્સા મોટે ભાગે બહાર આવતા જ નથી આ કડવી વાસ્તવિકતા છે!!!!

અંત શું હોઇ શકે તમે જ નક્કી કરશો.!!!!!

*આનંદ દવે*

Read More

ભરતી અને ઓટ

આ એક એવી સ્ત્રીઓ ની વાત છે જે આત્મનિભૅર બની જીવવા નો પ્રયત્ન કરે છે. સમાજ અમુક સંજોગોમાં આવા વ્યક્તિઓ સાથે ખુબ જ લાગણી દશૉવે છે. પણ શું એ લાગણી કાયમી ટકી રહે છે????.આપણા સમાજ ની વાસ્તવિકતા દશૉવતી સત્ય ઘટના આપની સમક્ષ મુકી છે.



બેટા કવિતા કાલે એક ટપાલ આવી હતી એ જોઇ લેજો ટેબલ પર મુકી છે. ઓફિસ જવાની ઉતાવળ માં ચાલતા ચાલતા કાગળ વાંચતી ગઇ અને વાંચતા વાંચતા અચાનક એની ગતિને બ્રેક લાગી ગઇ.

કવિતા ના સાસુ સુભદ્રાબેન એટલે નારીશક્તિ અને સહનશીલતા નું એક ઉત્તમ ઉદાહરણ હતા. નાની ઉંમરે વિધવા થયેલા સુભદ્રાબેને આજના પુરુષપ્રધાન સમાજ માં પોતાનું એક અલગ અસ્તિત્વ ઉભું કરી પોતાના બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું. પણ કુદરત જાણે આ પણ મંજુર નોહતું, એમની હજુ પરીક્ષા કરતો હોય એમ નોકરી પર ફરજ બજવતા એક અકસ્માત માં એમના એક ના એક પુત્ર નું પણ આકસ્મિક અવસાન થયું. અચાનક જોણે સુખ હાથતાળી આપતું હોય એવુ લાગ્યું,સુભદ્રાબેન ના માથે દિકરી જેવી વહુ અને બાળકોની જવાબદારી ફરી આવી ગઇ. સહકરી બેંન્કમાં કામ કરતા એના પતિ ની જગ્યા એ કવિતા ને તરત જ રહેમરાહે નોકરી અને બન્ને મહિલા અને બે બાળકો નીસુરક્ષા ને ધ્યાનમાં રાખી ઓફિસર લેવલ નુ ક્વાટૅર આપ્યુ, પણ એક ખાલીપો કાયમ ઘર કરી ગયો!
સમય એવો મલમ છે જે ભલભલા ઘા રુઝવે છે.એમ કવિતા હવે નોકરી અને બાળકો માં મન પરોવી દુ:ખ ભુલવાનો પ્રયત્ન કરવા લાગી.સમય એમના જીવનને સાત વષૅ આગળ લઇ ગયો, એની પરીસ્થીતી ને કારણે ઓફિસ માં બધા એને પુરો સહકાર આપતા,એક દિવસ એના HR માં નવા આવેલા સાહેબે કવિતા ને ટ્રેનીંગ માટે select કરી. પણ એને પરીવાર નું કારણ દશૉવી જવાની ના પાડી.

માનવી પાસે જ્યારે પૈસા આવે અને પાવર હોય એટલે અભિમાન નો નશો ચડે એ હકીકત છે. એજ વાત નો અનુભવ કવિતાને થવા લાગ્યો. અચાનક એની કામગીરી ની profile બદલાઇ ગઇ. તેની જગ્યા પણ બદલવામાં આવી. આ બધુ નોકરી મા સામાન્ય હોય એમ સમજી એ બધા પર એને ધ્યાન ન આપ્યું. અને આજે એ કાગળે તેને હચમચાવી દીધી.
જેમાં એને કવાટૅર ખાલી કરવા માટે કહેવામા આવ્યું હતું.

દિકરો SSC માં હતો દિકરી પણ નાની હતી, બા ની તબીયત હવે સારી નોહતી રહેતી. બીજા ઘણા વિચારોમાં એ ખોવાયી ગઇ. શું કરવું એ ખબર જના પડી. પોતાના પતિ ના મૃત્યુ પછી સમગ્ર સ્ટાફ એના પરીવાર પ્રત્યે લાગણી હતી અને કારણે જ એમને રહેવા ક્વાટૅર આપ્યું હતુ ત્યારે ખાલી કરવું પડશે એવો વિચાર સુધ્ધા નોહતો કર્યો. પોતાના થી થતી ઘણી રજુઆતો એને કરી પણ કોઇ જ પરીણામ ન મળ્યું. શું કરવુ એ સમજાયું નઇ. પતિ વિના પોતે નીરાધાર થઇ હોય એવો એને આજે અહેસાસ થયો. આગળ શું થયું હશે એ લખી નઇ શકું.

કવિતા અને સુભદ્રાબેને જીવનમાંથી ગયું એ વષૉ વિતતા એમના પુરતુ જ રહ્યું હોય એવુ લાગ્યું.


*આનંદ દવે*

Read More

*શરૂઆત પ્રોઢાવસ્થા ની*

વાળમાં ડોકાતી હતી સફેદી ને,
ચશ્મા પણ હતા લેટેસ્ટ ફ્રેમના,
અવિરત હતો અનુભવ નો સાથ
શું આજ હતી પ્રોઢાવસ્થા ની
શરુઆત?

વિચારો નો સમુદ્ર ઘુઘવાતો હતો મનમાં,
શું કરીશ નિવૃતી પછી?
નિવૃતી તો હોતી નોકરીમાંથી,
પણ આતો હતી જીવનની નવી શરુઆત.
શું આજ હતી પ્રોઢાવસ્થા ની શરુઆત?

હતી સમજણમાં પરીપક્વતા,
દ્રષ્ટીકોણે મેળવ્યો હતો જમાના સાથે તાલ,
શીખવ્યું પંખીઓને ઉડતા પોતા ની પાંખ થી,
ને આપ્યુ ઉડવા ખુલ્લુ આકાશ,
શું આજ હતી પ્રોઢાવસ્થા ની શરુઆત?

વહેતા આ જીવનમાં
જેનો સદા હતો સાથ,
સાથી હતી એ જીવનની,
ચંચળતા થી ઠહેરાવ સુધી ની આ સફરમાં જેનો *સ્પશૅ* હતો કંઇ ખાસ,
શું આજ હતી પ્રોઢાવસ્થા ની શરુઆત ?

આનંદ દવે "આહિર"
સિદ્ધપુર

Read More

#KAVYOTSAV

ગવૅ છે હું છું ગુજરાતી
આ મારુ ગુજરાત છે

'કેમ' છો નો સાદ છે,
બોલે ગામ ગામ છે,
આવકારો આપે'ભલે પાધાયૉ'કહી
પ્રેમ નો વરસાદ છે,
ગવૅ છે હું છું ગુજરાતી,
આ મારુ ગુજરાત છે.

ચાઈનીઝ હોય કે પંજાબી,
ગળપણ નો તડકો ખાસ છે,
ખાવાના શોખીનો ની ભરમાર છે,
ગવૅ છે હું છું ગુજરાતી,
આ મારુ ગુજરાત છે.

English પણ ગુજરાતીમા બોલે,
બાર ગામે બોલી બદલે,
ભાષા માં મિઠાસ છે.
ગવૅ છે હું છું ગુજરાતી,
આ મારુ ગુજરાત છે.

શિવ-શક્તિ નો મહિમા મોટો,
સોમનાથ જ્યોતિઁલિંગ ખાસ છે.
થાય આરાધના શક્તિ (સ્ત્રી) ની,
રાસ-ગરબા ની ધમાલ છે.
ગવૅ છે હું છું ગુજરાતી,
આ મારુ ગુજરાત છે.

કરે મારામારી ખુલ્લા હાથે,
અને મારી ચાની ચુસકીઓ બેસી સાથે,
સ્વાથૅ ને અહીં ક્યાં સ્થાન છે,
એકમેક નો સાથ છે,
ગવૅ છે હું છું ગુજરાતી,
આ મારુ ગુજરાત છે.

આનંદ દવે 'આહિર'
સિદ્ધપુર

Read More

#kavyotsav ...

*કલાકાર માનવી નો*

કલાકાર ની કારીગરી જોઇ,
મન વિચલિત થઇ ગયુ,
હતા સૌ એક સમાન,પણ
કંઇ મુકવાનુ રહી ગયુ,

છે આજ દોડ પૈસા સુધી માનવીની,
મેળવ્યા પૈસા અઢળક,પણ
માનવી બનવા નુ રહી ગયુ,
કલાકાર ની કારીગરી જોઇ.....

હતુ જીવન જીવવા માટે,
મદદ એકબીજા ને કરવા માટે,
શોધે પોતાને જ ઘડીયાળ ના કાંટામાં,
શુ મળે બીજા ને!!!
પોતાને જ મળવા નુ રહી!!!
કલાકાર ની કારીગરી જોઇ......

કલાકાર પણ હતો જોઇ નિરાશ,
શું બનાવવા ગયો ને શું બની ગયુ?
બનાવ્યા હતા ભારોભાર ભરી
પ્રેમ લાગણી વિશ્વાસ,
પણ,
ઉદભવ રાગ, દ્વેષ, ગુસ્સાનુ ના મળી શક્યુ,,
કલાકાર ની કારીગરી જોઇ........

આનંદ દવે 'આહિર'

Read More

*દુઘૅટના ઘટી ગઇ*

મળી નજર થી નજર ને દુઘૅટના ઘટી ગઇ,
રહી ગઇ આંખ ખુલી, ને મનમાં તસવીર બની ગઇ,

વાતાવરણ માં પણ પડી એની અસર એવી, કે
વંટોળ ની દિશા પણ ફરી ગઇ,

ભર બપોરે જાણે પડતી હતી ઝાકળ,
ને કાગળ ના ફુલો થી પણ સુગંધ મળતી ગઇ,

પાણીમાં જાણે તરતી હતી આગ,
પણ સ્મિત માં તમારા આગ ઠંડી પડતી ગઇ,

બન હવે તું જ નિણૉયક આ ઘટના ની,
કે દુઘૅટના ની અસર કયાં કયાં પડી ગઇ.

આનંદ દવે 'આહિર'

Read More