Quotes by મૂક સાક્ષી in Bitesapp read free

મૂક સાક્ષી

મૂક સાક્ષી

@conybrown425gmail.com2923
(9)

સાંભળતા કો'ક ના મૃત્યુ ના સમાચાર....
કેવો લાગે વસમો આઘાત
ભલે હોય એ પારકો...પણ બે ઘડી થીજી જવાય....
હાચુ ને??

જોતા સ્મશાન માં જલતા એ શબ ને....
કેવો લાગે વસમો આઘાત
ભલે હોય એ પારકો.... પણ બે ઘડી થીજી જવાય....
હાચુ ને???

યાદ કરતાં એ વીતેલી ક્ષણોને
ચૂકી જાય એક થડકારો આ હૃદય
એતો ગુમાવેલા પોતાના જન જ ને.....

તોયે કેમ....કેમ આ આતમ નથી માનતો કે આપણે પણ જવાનું છે..??
આપણે પણ બળી જવાનું છે,
થઈ જવાનું છે રાખ,

કેમ નથી માનતો આ આતમ..
આપણે પણ જીવવાનું છે કોઈ,
- ની યાદો થઈ ને.

પૂછયું હતું યક્ષે પણ આજ ધર્મરાજા ને

કેમ ..કેમ...કેમ........આ મનુષ્ય નથી માનતો..નથી સ્વીકારતો...પોતાના મૃત્યુને......??

જુવે રોજ મૃત્યુ,
જુવે જગ રોતાં મૃત્યુ ને,

તોયે......જીવે જાણે કે અમરત્વ ને પ્રાપ્ત કર્યું

છે ને રોમાંચક રહસ્ય !!!!!!

Read More

સાહેબ, જ્યારે બાપ ઘરડો થાય ને...
ત્યારે દીકરો કમાઈ લાવે બે પૈસા

પણ...પણ..તમારી સરકારમાં તો...
બેરોજગાર યુવાનો એટલા વધ્યા......
શું કહેવું....??

ક્યાંક આ દેશ યુવાનો માંથી બેરોજગાર યુવાનો માં પ્રથમ નો આવી જાય...

બાપને at least  દીકરાને કમાતો જોઇ ને તો જાવા દ્યો .....

શું દિકરા ની જોડે જોડે માંબાપ પણ પરિક્ષા ની રાહ જોઇ ને થાકી જાય એવું તમે ઇચ્છો છો..??

શું કામ માંબાપ ની "પરીક્ષા" લ્યો છો...???!!!!!?????

Read More

હું તો નથી માનતો ધર્મ માં
તું રહીશ ના આ વહેમ માં

ધર્મ તો એણે ક્યાં બનાવ્યોજ હતો
એણે તો કીધું માત્ર રણ મેદાનમાં

તું નથી એક માત્ર ચાલાક
કરનારો કિરતાર બેઠો હજી આભ માં
#ચાલાકી

Read More