Quotes by Chintan in Bitesapp read free

Chintan

Chintan

@chintanbhadani
(15)

શુ સાબિતી આપું મારા પ્રેમની ?

ત્યાં તારી ચિતા સળગી,
ને અહીં મારી અર્થી ઉઠી.

યાદ આવશે આજ પછી એ દાદાને રોજ પાણી પીવા આપવામાં આવતો કળશ, પપ્પાને ઓઢાડેલ ચાદર, માં એ ઘરમાં લાગુ કરેલ અનુશાસન પણ મીઠા લાગશે હવે, આ બધું તો ઠીક છે પણ પેલો નાનો વિરલો જે રોજ જોરથી ગાલ ખેંચતો એ મીઠડો રાક્ષસ હીંબકે ના ચડાવી દે તો કે જે !!!

ચિંતન

Read More

ઓળખાણ શુ આપવાની એ ચામડીની ? , એટલી વ્યવસ્થિત રીતે વીંટળાયેલી હતી શરીર સાથે કે જો શરીરની સુંદરતાને રોયલ્ટી મળતી હોત ને તો આજે એ કુબેર હોત !!!

ચિંતન

Read More

અરે આવું કા' કરો તમે પણ, આ તો તમે મને ડિટ્ટો ટુ ડિટ્ટો કોપી કરો છો. યાદ છે હું પણ તમને બસમાં , કોલેજમાં બધે ફોલો કરતો, હવે એ તમે ચાલુ કર્યું છે. પણ મેં તો મારી લાગણી પણ વ્યક્ત કરી હતી,પ્રથમવાર તો તમે વાત જ ટાળી દીધી' તી અને બીજીવાર તો નક્કર ના પાડી હતી. પ્રેમ થયો હતો મને ત્યારે એકતરફી, "લાગે છે કે હવે તમને થયો છે"

ચિંતન

Read More

ચામડીની જેમ વીંટળાઈ ગયો તો મારામાં આજે ખબર પડી કે સાપની માફક કાંચળી તો માણસ ય કાઢી શકે છે.લો આ રાખો, તલવાર વડે બે ત્રણ કટકા કરવા હોય તો એ પણ છૂટ ને બાળીને રાખ કરી નાખવો હોય તો એની પણ.
તમારા પ્રેમની "ભીનાશ" ના ચરણોમાં મારા અહમની *લાશ* ધરું છું.

ચિંતન

Read More

દીકરો એ દીકરી કરતા સાત વર્ષ નાનો હતો, કરશનભાઈની એ કાજલ બાપના એક ધ્રુજતા હાથને બીજા હાથની ખોટ પુરી કરતી હતી. નજીકના શહેરમાંથી બિયારણ લાવવાનું હોય કે ખેતરેથી કપાસની ગાંસડી , તરત જ ગાડી હાંકી મુક્તી. લગ્ન છે કાલે તેના , પાંચ વર્ષ પહેલાં જે સરપંચે કીધું હતું કે કરશનભાઇ છોકરીઓને આટલી છૂટ સારી નહિ , તેમણે આજે ભારે હૃદયે કીધું કે કરશનભાઇ "કાલે તમે દીકરો વળાવશો "

ચિંતન

Read More

ઉંડી ગલી માં રહેલી દુકાન માંથી શરાબની બોટલ સો વેચાણી ને હાઇ-વે પરના બાળક પાસેનો બલૂન એકેય નહીં ,
નક્કી આજે આકાશની પેલે પાર હડતાળ હશે કાં તો આ પાર લાગણીઓ એ રજા રાખી હશે.


ચિંતન

Read More

કબુલાત ના નજર મિલાવવાની હિંમત હતી , ના નજર ફેરવવાની કેમકે " લાલચ" હતી. સામેવાળા જેટલા નિખાલસ હતા તેટલા અમે પારદર્શી ન હતા. વાતો થકી વખાણ સાંભળ્યા હતા એમના અને એમના સૌંદર્યના,એમ થયું કે ચાલો અનુભવી લઈએ એક મુલાકાત દ્વારા તો એક અચરજથી તો "પાર" થશું. અરે એ થોડી ખબર હતી કે આ’ તો "ઠાર" થશું.

Read More

મિત્રતા એટલે કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને કાયમી રહેતો સબંધ.
મિત્રતા એટલે “ સગપણ વગરનો સબંધ, કલમ વગરનું બંધારણ,કારણ વગરનો ઝઘડો ને પછી શરત વગરનું સમાધાન, જવાબદારી વગરની જવાબદારી, સુખ અને દુઃખ ની ભાગીદારી, માંગ્યા વગરની મદદ, તપ કર્યા વગર મળેલું વરદાન, લોન લીધા વગર મળેલી મૂડી.”

Read More