Quotes by Sangeeta... ગીત... in Bitesapp read free

Sangeeta... ગીત...

Sangeeta... ગીત... Matrubharti Verified

@chavdasangeeta89gmail.com7953
(28)

મારી એકલતાને ઢંઢોળી ગયો આ તોફાની વાયરો.
મારી સંવેદનામાં તેના અહેસાસને ભેળવી ગયો આ તોફાની વાયરો.
મારા મૌનને સમજવા સતત મારી આંખોમાં વીંટળાઈ રહ્યો આ તોફાની વાયરો.
આગમન થયું એક નવી તાજગી,
નવી સ્ફૂર્તિ આપી ગયો આ તોફાની વાયરો.
આવીશ જ એ રાહમાં વરસાદની,
અનરાધાર હેલી લઈ આવ્યો આ તોફાની વાયરો.

#તોફાની વાયરો

-Sangeeta... ગીત...

Read More

ગમે છે તને ?
માટીની આ ભીની સુગંધ ને પહેલો વરસાદ !
ભીંજવે છે તને ?
વરસાદી વાંછટમાં રહેલી મારી સોનેરી યાદ !
કહેવું હતું તને...
આજ અંતરના આંગણે બંધાયા વાદળ ને પાંપણે ઝીલ્યો મેં પહેલો વરસાદ !

-Sangeeta... ગીત...

Read More

ઉઘડતી સવાર મારી ને ઉઘડતા સપના અપાર
મનગમતા મુકામે જવા ગોઠવતી હતી આકાર
કિસ્મતમાં હું માનું નહિ, મહેનત એ જ વિકલ્પ
ઉઘડતી દિશાઓ મારી નિત્ય પ્રયાસ વારંવાર

-ગીત...

Read More

ઋણાનુબંધ
જન્મો જનમનું ને,
કારણ તું જ... !

-ગીત...

શાંત, નીરવ પણ ભીતર ઘણું ખળભળે
હસતી આંખો જેવા મોજા એના સળવળે
રેતીની ભીનાશ જ્યારે તપતા મનને અડકે
શાતા મેળવી લહેરો કેવી ઉછળે
સામીપ્ય લાગે મને નિરાળું પણ સંગ એનો
તોફાની ઝંઝાવાત જેવો હિલોળે ચડે...

-ગીત...

Read More

હવા મહેલ
મારો અસબાબ ને
અકબંધ તું...!

-ગીત...

પ્રેમ તાંતણે
સ્મરણના મોતી ને,
પરોવાય તું...!

-ગીત...

હરખે મુખ
હૃદય દર્પણમાં ને,
પ્રતિબિંબ તું...!

-ગીત...