The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જિંદગી :* *ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!* ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના, કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?" ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે - "તું મારા માટે 'ખાસ' છે !" ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ... અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! અંધારું ઊંચકીને ઘરે લાવીએ... પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું' છું..." ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે, અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?" ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! ના પાડ્યા પછી પણ પરાણે એક કપ ચા હાથમાં પકડાવી, કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - "ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... " ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ, ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને, 'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે ! હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી, કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !! "આ કવિતા વાંચીને, તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય... ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!" ???
જુઓને "અનોખીપ્રિત"માં આ કેવો ભરમાઇ રહ્યો છું, હવે એટલું તો સમજાવો યારો કે ... મારામાં એ સમાઇ રહી છે, કે હું એનામાં ખોવાઈ રહ્યો છું... -- Kamlesh માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111045718
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser