Quotes by Chandani in Bitesapp read free

Chandani

Chandani

@chandani3135


હવે દિલ જેવું કંઈ છે કે નહી પ્રભુ જાણે,
છતા દુનિયા કેમ વેરણ? પ્રભુ જાણે.

ધડકતુ દિલ હકીકતમાં છે બીકણ?પ્રભુ જાણે,
અચેતનમાં પણ હોય ચેતનાનું કણ?પ્રભુ જાણે.

હ્રદયને લાગણીશીલતાથી પડ્યો છે ડણ?પ્રભુ જાણે,
પડે એનાથી શ્વાસ લેતા અડચણ?પ્રભુ જાણે.

સ્મરણ પણ ન રહે મૃત્યુ પછી જગમાં,
શું હશે વિસ્મૃતિ જ તારણ? પ્રભુ જાણે.

પામો તમે ગમે તેટલું જવુ પડે સ્મશાન આખરે,
છે કોડીયુ કે દિલનું ખાપણ?પ્રભુ જાણે.

જાણવું તો પડે છે જ્ઞાનીઓને પણ,
ઢળે અંતવેળા પડદો કે પાંપણ?પ્રભુ જાણે.
#લાગણીશીલ

Read More

રાજાની રાની.....

જો કેવી આભા છે મારા શણગારની,
તારી યાદથી જ શોભે માયા સુંદરતાની.

આજ થશે બધી પીડા સમાપ્ત વિરહની,
હકીકતમાં બનશે બધી ઘટના સ્વપ્નની.

શબ્દોથી રચાતી જાય "કવિતા"કલ્પનાની,
આજ બંધાય મજબૂત દોર તારી-મારી પ્રીતની.

આકાશમાં ઝળહળશે શાનથી ચંદ્રની "ચાંદની",
આજ હું થઈશ મારા "રાજા"ની "રાની ".

#રાણી

Read More

ચાલ સંભળાવુ એક પ્રેમ કહાણી,
તુ મારો રાજા અને હુ તારી રાણી.

પ્રીત તો છે આ સદીઓ પુરાણી,
યૂગે-યૂગે છતાં તુ ક્રુષ્ણ ને હુ રાધારાણી.

#રાણી

Read More