Quotes by BARIA NEELABEN in Bitesapp read free

BARIA NEELABEN

BARIA NEELABEN

@bneelab


તુ આવીશ?

આવ્યો ફાગણીયો ને ખીલ્યો છે પલાશ,
શીમળો ઊભો ઓઢીને ગુલાબી રતાશ,
તારી આંખોમાં રેલાય પેલો કેસૂડો,
મારા ગાલ પર પ્રસરે પેલો શીમળો,
તુ આવીશ...?
નહિ, હવે આવશે આ યાદોની વણઝાર...

તારે બારણે ઝૂલે આ તરિયા-તોરણ,
મારી આંખે ઝૂલે આંસુઓના તોરણ,
તારે માંડવે વહેંચાય ગોળની મીઠાશ,
મારે ગાલે પ્રસરે આ હૈયાની ખારાશ,
તુ આવીશ...?
નહિ... હવે, આવશે યાદોની વણઝાર...

તારે આંગણે જામી છે રંગત કંઈ ઢોલની,
ને રેલાય છે કંઈ સૂર, આ શરણાઈઓના,
સુવા નહી દેશે મને, આ હૈયાના ધબકાર,
ને એમાંથી ઉઠશે હવે પળે પળ ચિત્કાર,
તુ આવીશ...?
નહિ... હવે, આવશે યાદોની વણઝાર...

'જૂની ડાયરી📗'માંથી
જુન-2006

Read More