Quotes by Bipin patel વાલુડો in Bitesapp read free

Bipin patel વાલુડો

Bipin patel વાલુડો Matrubharti Verified

@bipinpateln86gmailco
(56)

#kavyotsav

મોંઘેરી મિત્રતા

ભાવ ભરેલી ભાઈબંધી ને ભાગ્યથી મળેલો સાથ છે,
અેકલપંથી મૂસાફરી, પણ મધથી મીઠો અહેસાસ છે.

પ્રગટ કરી હ્રદયની લાગણી,ને કંઈક અંગત ઉલેચ્યા છે,
સાન ભાન ભૂલી સમયનું ને ઉરના દરવાજા ખોલ્યા છે.

અંગત બનીને આવ્યા છે ને અમે હ્રદયમાં સમાવ્યા છે,
વાતચીતના વ્યવહારમાં પણ અમે એકમેકને પામ્યા છે.

શબ્દોનાં આ મેળામાં ક્યાંક મતભેદો પણ આવ્યાં છે.
ખુલાસાની હારમાળામાં પણ ફરી સંબંધો સ્થપાયા છે,

ગાઢ બનતા આ સંબંધોમાં, મનના મનોરથ વાવ્યા છે,
વાલુડાને મન આ મિત્રતામાં મોંઘેરા સંબંધો પામ્યા છે.

- બિપીન પટેલ (વાલુડો)

Read More

#kavyotsav

નશીલી આંખો

બંધાવુ છે તારી નશીલી આંખોમાં, નયનમટોલા કરી નચાવ નહી.
મીઠી નજરોથી ઘાયલ થવું છે મારે, ત્રાંસી આંખ કરી ડરાવ નહી.

તણાઈ જઇશ તારા એ પ્રવાહમાં, આંખમાંથી અશ્રૃ વહાવ નહી.
અરે, નથી મને મદીરાનો કોઈ શોખ, તું આંખનો નશો લગાવ નહી.

ડરુ છું ખીણ અને કોતરો જોઈ, આંખના ઊંડાણમાં ઉતાર નહી.
યુધ્ધકળા નથી શીખ્યો ક્યારેય,તારી આંખોના તીર વરસાવ નહી.

અરે હવે વધારે જાદુ ચલાવ નહી, તારી પાંપણો હવે ફરકાવ નહી.
ઉતરવું છે તારા કોમળ હ્રદયમાં, હવે નયન મીંચીને અટકાવ નહી.

તારામૈત્રકથી અંજાયો છે 'વાલુડો', હવે વધારે અંધારા લાવ નહી.
કલ્પનાઓની હવેલીમાં રાચ્યો છું, હવે આ સપના સળગાવ નહી.

-બિપીન પટેલ (વાલુડો)

Read More

#kavyotsav

જીવનસાથી


હથેળીમાં તે હાથ આપી, અમૂલ્ય તારો સાથ આપ્યો છે.
નવિનતમ કેડી કંડારતા, જીવન રથને મારગ આપ્યો છે. 

સંબંધોમાં હેત ઉભરાવીને, વ્યવહારમાં તે વટ રાખ્યો છે.
વાણી વર્તનની મર્યાદા ને, મધથી મીઠો સંસાર આપ્યો છે.

ધરતી સરસો ભાર કાપીને, અંબરનો અવકાશ આપ્યો છે.
સરીતા કેરો પ્રવાહ સ્થાપીને,અરણ્યમાં આધાર આપ્યો છે.

સંધર્ષમાં સહકાર આપી ને, મુંઝવણમાં તે માર્ગ આપ્યો છે.
પર્વત કેરો ઢોળાવ આપીને, સમુદ્ર સરીખો સાર આપ્યો છે.

ચાંદલીયા કેરી શિતળતા ને, સુરજ સરસો તાપ આપ્યો છે.
પ્રેમળતાના વાદળ વરસાવી, લાગણી કેરો ભંડાર આપ્યો છે.

મતભેદને તે મ્હાત આપી ને, ઉરમાં અપાર આનંદ આપ્યો છે.
તન-મન કેરો સાથ આપી ને, સંસારમાં શણગાર આપ્યો છે. 

                                       - બિપીન પટેલ (વાલુડો) 

Read More

#kavyotsav

અબોલા

આમ ટાળ નહિ વાત કરવાનુ, ઝગડવાનુ, કે મળવાનુ
કઇંક બહાનુ આપવુ પડશે, આમ અચાનક રીસાવાનું. 

અેટલુ તો જણાવ ક્યા સુધી આમ અબોલ રહેવાનું,
ક્યારેક તો તને મન થશે નાજુક લાગણી વહાવવાનુ. 

થોડીક તો તૈયારી બતાવ તું, મારી વાત કાને ધરવાની, 
ક્યારનીય તૈયારી છે, ફરીયાદો ને પ્રિયવચન કહેવાની. 

આમ અબોલ રહીશ તો કેટલીય વાત અધુરી રહેવાની, 
મારુ જવા દે, છે તારી તૈયારી ચિર વિરહને સહેવાની? 
             
                                      -બિપીન પટેલ (વાલુડો) 

Read More

#kavyotsav

દોસ્તીના સથવારે

ભવે ભવનો સાથ એક ભવમાં આપી દીધો,
ચંદ પળોમાં તમે પ્રેમનો દરીયો વહાવી દીધો.

દોસ્તીનાં વિશાળ મહાસાગરમાં તરું છું હું,
અને તમે નાવડી બની આધાર આપી દીધો.

કેટલાય સંબંધોની કેડીઓ પર ચાલુ છું હું, 
પણ મિત્રોએ તો માર્ગને મુલાયમ કરી દીધો,

ડગલે પગલે દુઃખો સામે લડતો હતો હું ત્યાં,
તમે તો હાસ્યનાં પ્રવાહમાં તરતો કરી દીધો.

અરે તમારા કોમળ હ્રદયમાં સ્થાન આપીને, 
તમે 'વાલુડા'ને તમારો દીવાનો બનાવી દીધો.

                      -બિપીન પટેલ (વાલુડો) 

Read More

#kavyotsav

તારી દુનીયામાં સમાવું છે

તારા ઉર સાગરમાં તરવું છે, મારે મન સાગરમાં તરવું છે,
તું સમાવી લે મને બાહોમાં, મારે તારી બાહોમાં ઝુરવું છે.
તારા ગાલો પર લપછવું છે, તારા નયનોમાં મારે ડુબવું છે,
તું સમાવી લે મને અધરોમાં, મારે તારી મીઠાશે મરવું છે.
તારા નખ પર રંગાવું છે, તારી આંગળીએ મારે ઝુલવું છે.
તું સમાવી લે મને હથેળીમાં, મારે તારી લકીરે બંધાવું છે.
તારી પાંપણે ઝપકવું છે, તારી ભ્રમરોમાં મારે ભરમાવું છે.
તું સમાવી લે મને નિંદરમાં, મારે તારા સપનામાં આવવું છે.
તારા હાસ્યમાં હરખાવું છે, તારા આંસુમાં વહી જાવું છે.
તું સમાવી લે 'વાલુડા'ને, એને તારી દુનીયામાં મ્હાલવું છે.

Read More

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-2

trija bhag ni taiyari sathe....
to be continue....
https://www.matrubharti.com/book/19858281/

પહેલું પગથિયું

મિત્ર,કાવ્ય ભલે અછાંદશ હોય પણ લય જાળવી રાખવો, પંક્તિ નાની મોટી થતી હોય તો સમાનાર્થી શબ્દ શોધવા....
ધ્રુવ પંક્તિ આવતી હોય તો જ અંત્યાનુપ્રાસની જરુર નથી..
https://www.matrubharti.com/book/19858208/

Read More

કૃતિ નો કણ

શબ્દો ખૂબ અઘરા લીધા છે. સામાન્ય વાચકને સ્વીકારતા અસમંજસતા થાય.
https://www.matrubharti.com/book/11832/

મારી ખુશનુમા જિંદગી - Letter to your valentine

અતિશયોક્તિને બાદ કરો તો લખવાની લય સારી છે, અને ક્રમ પણ જળવાયો છે....
https://www.matrubharti.com/book/7733130/

Read More