Quotes by Bhumiben Chaudhary in Bitesapp read free

Bhumiben Chaudhary

Bhumiben Chaudhary

@bhumichaudhary0389gmail.


Kai Rishte Aisee hi...! Bina Kuchh kiye Bina kuchh Mage Bina Matlab ke hi Har dhadkan me Shama jate hai.

-Bhumiben Chaudhary

💓ઘર💓

ધરતીનો એ પ્રારંભ ને અંત !

પરિવારનો એ પ્રેમતણો સંગાથ!

મનભર્યો એ હળવાશનો થાપ !

સુકૂનભર્યો એ માળો એટલે "ઘર".

# પાગલપંતી

Read More

' ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના આત્મા નહીં;
ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ આ બધું ગુરુની જ ભેટ છે.'

- જીવનના દરેક પાઠને યોગ્ય સ્વરૂપ આપી ઘડતર કરનાર...
- પુસ્તકલક્ષી નહીં, પરંતુ અનુભવલક્ષી - અનુબદ્ધલક્ષી જ્ઞાન પીરસનાર...!
- અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી અજવાશ દેનાર...!
- પોતાની આત્માને રુબરુ આત્મસાત કરાવનારા...!
મને દરેક પરિસ્થિતિમાંથી શાંત - ધીરજપૂર્વક સામનો કરવા પ્રેરવા તેમજ જીવનની સફરનો સુયોગ્ય યથાર્થ અર્થની સમજ આપનાર; માતા-પિતા તૂલ્ય મારા ગુરુઓને સત સત નમન. 🙏🏻

Read More

"નવી પહેલ"

ઊડી જવું મારે; આ મતભેદના મેળાવડામાંથી!

તરી જવું મારે; આ તારા-મારા ભ્રમના કુવામાંથી!

પહોંચવું એ સુમેળ- હૂંફના ગગનભેદી આકાશમાં!

ભૂલવું એ અતિતના વ્હેમ; ને કરવી નવી આ પહેલ.


- ભૂમિ ચૌધરી
( પાગલપંતી )

Read More