Quotes by KAMLESH RAYGOR in Bitesapp read free

KAMLESH RAYGOR

KAMLESH RAYGOR

@bhudev4754


કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો...


કમલેશ રાયગોર

Read More

જરૂર કોઈ ચાતક ની તરસ અધૂરી રહી હસે ચોમાસાની .... નહિતર આ વાદળ ને કયા જરૂર હતી શિયાળે વરસવાની

✍️કમલેશ રાયગોર

Read More

ગયું એવી રીતે કે પાછું વળ્યું નહિ તમારું નહિ હોય - એથી મળ્યું નહિ ચાલો આંખ ખોલો ' ઉઠો ઊંઘ માંથી સપનું તો માણ્યું ને ; ભલે ને ફળ્યું નહિ

✍️કમલેશ રાયગોર

Read More

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?

અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?





?કમલૅશ રાયગૉર

Read More

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,

કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,

*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણના મટકા કોઈ ઘરમાંય નથી,*

જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,

લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,

*ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,*
*રાધાની ભાળ હવે મળે એમ નથી,*

રાસલીલા કરે તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,

*કંસને જો મારે તો ધ્યાન રાખજે,*
*સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,*

નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,

મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,

જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,

*ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,*
*અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,*

one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,

*આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*

website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,

*selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના pose હવે ચાલે એમ નથી,*

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.????????? જયશ્રી કૃષ્ણ??????????

Read More

રાયગૉર ઉદાસ કરી દે છે રોજ આ સાંજ મને,
લાગે છે જાણે કોઈ ભૂલી રહ્યું છે મને ધીરે ધીરે !!





?કમલૅશ રાયગૉર

મનના રથને
માણસાઈની યાત્રા તરફ હાંકો,
બસ એ જ સાચી રથયાત્રા !!




?કમલૅશ રાયગૉર

જાજું મથે માનવી ત્યારે વિઘૉ માંડ પવાય રઘુવીર રીઝે રાજડા ત્યારે નવખંડ લીલો થાય !!

?કમલેશ રાયગોર